fbpx
ભાવનગર

શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળામાં દાતાશ્રી દ્વારા સુંદર મેદાનો તૈયાર કરવામાં આવ્યા

પાલિતાણા તાલુકાની શેત્રુંજી ડેમ કેન્દ્રવર્તી શાળામાં રાજહંસ સુરી મહારાજની પ્રેરણાથી પદમાબેન મહેન્દ્રભાઈ શાંતિલાલ વોરા અને પરિવાર દ્વારા વોલીબોલ,બેડ મિન્ટન અને હેન્ડબોલ ના સુંદર મેદાનો તૈયાર કરી આપવામાં છે.મેદાનો તૈયાર કરવામાં શાળાના આચાર્યશ્રી બી. એ.વાળા અને શિક્ષકોએ ભારે જહેમત ઉઠાવી હતી. મેદાનો તૈયાર કરવામાં શેત્રુંજ્ય યુવક મંડળના હર્શભાઈ શાહ તથા નાથાભાઈ ચાવડાએ ખૂબ જ સહકાર પૂરો પાડ્યો હતો. શાળામાં બાળકો માટે શાળા કેમ્પસમાં જ સુંદર મેદાનો તૈયાર કરી આપવામાં આવતા હવે બાળકો સારી રીતે રમતોની પ્રેક્ટિસ કરી શકે અને આગળ વધી શકે તે માટે દાતાશ્રી દ્વારા રમત ગમતના સારી ક્વોલિટી ના સાધનો પણ શાળાને ભેટ આપવામાં આવતા શાળા પરિવાર દ્વારા ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

Follow Me:

Related Posts