fbpx
અમરેલી

દિવ્યાંગ ખેલાડીઓએ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવાતા.૧૦ જાન્યુઆરી સુધીમાં ઓફલાઇન રજિસ્ટ્રેશન કરવું

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર તથા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્પેશ્યિલ ખેલમહાકુંભ ૩.૦ નું આયોજન છે. દિવ્યાંગ ખેલાડી ભાઈઓ તથા બહેનો માટે વિવિધ કેટેગરીની વિવિધ સ્પર્ધામાં ભાગ લઈ શકશે. જિલ્લા કક્ષાએ માનસિક રીતે ગ્રસ્ત (MR), શારીરિક રીતે ગ્રસ્ત (OH),  અંધજન (BLIND),  શ્રવણમંદ ક્ષતિવાળા (DEAF),  તેમજ રાજ્ય કક્ષાએ સેરેબ્રલ પાલ્સી (cp) કેટેગરીના ખેલાડીઓ સંસ્થા અને તાલુકામાંથી મહત્તમ ભાગ લે તે હેતુથી સ્પર્ધાનું ઓફલાઇન રજિસ્ટ્રેશન જિલ્લા રમત વિકાસ કચેરી ખાતે થઇ શકશે.આ અંગે વધુ વિગતો અને માર્ગદર્શન માટે જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રી,  જિલ્લા રમત વિકાસ કચેરી, સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, ચિતલ રોડ, ગોળ દવાખાનાની બાજુમાં, અમરેલી પિન નં.૩૬૫૬૦૧ નો સંપર્ક નંબર (૦૨૭૯૨) ૨૯૯૦૬૧ સંપર્ક કરવો.તા.૧૦ જાન્યુઆરી, ૨૦૨૫ સુધી રજિસ્ટ્રેશન થઇ શકે તેમ હોય સમય મર્યાદા પછીના ફોર્મ ધ્યાને લેવામાં આવશે નહીં, તેમ અમરેલી જિલ્લા રમત વિકાસ અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts