ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસ, યુવકની રૂપિયાની લેતી-દેતીમાં હત્યા થતા પરિવાર શોકનો માહોલ છવાયો
ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસમાં યુવકની ર્નિમમ હત્યા કરવામાં આવી. ભાવનગરમાં વ્યાજખોરોના ત્રાસમાં યુવકની ર્નિમમ હત્યા કરવામાં આવી. શહેરમાં રત્નકલાકાર યુવકની રૂપિયાની લેતી-દેતીમાં હત્યા થતા પરિવાર શોકનો માહોલ છવાયો. રત્નકલાકાર યુવકે થોડા સમય અગાઉ બે શખ્સ પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. બંને શખ્સ દ્વારા પઠાણી ઉઘરાણી કરાતા યુવક સાથે ઝગડો કર્યો અને બાદમાં તેની હત્યા કરી ફરાર થઈ ગયા. પોલીસે યુવકની હત્યા કરનાર આરોપીની ઝડપી લઈ ધરપકડ કરી. મળતી માહિતી મુજબ ભાવનગરમાં રત્ન કલાકાર યુવકની હત્યા થઈ હતી.
શહેરમાં પ્રદીપ ઉર્ફે ઘુઘા નામના યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો. યુવકની હત્યા મામલાની પોલીસ દ્વારા સઘન તપાસ કરવામાં આવી. તપાસમાં સામે આવ્યું કે રૂપિયાની લેતી-દેતીને લઈને યુવકની હત્યા કરવામાં આવી છે. બંને શખ્સો પાસેથી યુવક પ્રદીપે ૬ મહિના પહેલા વ્યાજે રૂપિયા લીધા હતા.રત્ન કલાકાર યુવકે પોતાની જરૂરિયાતને લઈને બે શખ્સ પાસેથી ૫૦ હજાર રૂપિયા ઉછીના લીધા હતા. આ બે શખ્સ લોકોને પૈસા વ્યાજે આપતા હતા. જાે કે યુવક પ્રદીપ પાસેથી બંને વ્યાજખોરોએ રૂપિયા પાછા મેળવવા પઠાણી ઉઘરાણી કરી. પ્રદીપ પાસે જાેઈએ તેટલા રૂપિયા ના હોવાથી થોડો સમય માંગ્યો. દરમ્યાન વ્યાજખોરો સાથે યુવકને રૂપિયા આપવા મામલે બબાલ થઈ. જેના બાદ વ્યાજખોરો રત્ન કલાકાર પ્રદીપની હત્યા કરી ફરાર થઈ ગયા. જાે કે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા ગણતરીના કલાકોમાં બંને વ્યાજખોરોને દબોચી લીધા. આ બંને શખ્સના નામ વિશાલ અને નીરવ હોવાનું સામે આવ્યું છે. પોલીસે બંને આરોપી સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.
Recent Comments