અમદાવાદમાં હનીટ્રેપમાં ફસાયો વેપારી, સોનાના ઘરેણાં સહિત ૫ લાખની લૂંટ
અમદવાદમાં હનીટ્રેપમાં વેપારીનો ફસાવીને લૂંટ કરાઈ હતી, હનીટ્રેપ કરનારે વેપારી પાસેથી સોનાની વસ્તુઓ અને રોકડ રકમ સહિતના લૂંટ કરીને ધમકી આપી હતી. અમદાવાદના નરોડા વિસ્તારમાં હનીટ્રેપનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં રાજસ્થાનના એક વેપારીને નરોડામાં વેપાર કરવા આવવું ભારે પડ્યું છે. વેપારીને બોલાવી હનીટ્રેપમાં ફસાવી તેની પાસેથી ૫ લાખની લૂંટ ચલાવવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, વેપારીને બોલાવી હનીટ્રેપમાં ફસાવવામાં આવ્યો હતો. બાદમાં તેનું અપહરણ કરીને અલગ-અલગ જગ્યાએ ફેરવવામાં આવ્યો હતો. આ દરમિયાન આરોપીઓએ વેપારીના દાગીના લૂંટી લીધા હતા. જેમાં વીંટીઓ, ચેન અને રોકડ સહિત ૫ લાખની લૂંટનો સમાવેશ થાય છે. વેપારીને ધમકી આપવામાં આવી હતી કે જાે તેણે પોલીસને જાણ કરી તો તેના પર બળાત્કારની ફરિયાદ નોંધવામાં આવશે. પરંતુ વેપારીના પરિવારને આ અંગે જાણ થતાં નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે હજુ એક શખ્સ સહિત બે મહિલાઓ ફરાર છે. પોલીસે ફરાર આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ નગરજનોમાં ભારે ચકચાર મચાવી છે. લોકોમાં સુરક્ષા અંગે ચિંતા વ્યાપી ગઈ છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments