fbpx
ગુજરાત

ટોલ ટેક્સમાં બમણો વધારાની પુનઃ વિચારણા અંગે વડોદરાના સાંસદ હેમાંગ જાેશીએ નિતીન ગડકરીને પત્ર લખ્યો

વડોદરાના સાંસદ હેમાંગ જાેશી દ્વારા કેન્દ્રના વાહનવ્યવહાર મંત્રીને પત્ર લખીને ટોલ ટેક્સમાં બમણાં વધારાને ફરીથી વિચારણા કરીને અમલ કરવામાં આવે તે બાબતે જણાવ્યું હતું. વડોદરા-ભરૂચ વચ્ચે કરજણ પાસે ટોલટેક્સમાં અચાનક બમણો વધારો કરવામાં આવ્યો છે. તેમાં ઘટાડો કરવા વડોદરાના સાંસદ હેમાંગ જાેશીએ કેન્દ્રના વાહન વ્યવહાર મંત્રી નીતિન ગડકરીને પત્ર પાઠવી માંગણી કરી છે. વડોદરાના સાંસદ હેમાંગ જાેશીએ પત્રમાં જણાવ્યું છે કે, ૨૫ નવેમ્બરથી વડોદરા-ભરૂચ રૂટ પર ટોલ ટેક્સમાં અચાનક અને ભારે વધારો કરવામાં આવ્યો છે,

જેમાં મુસાફરી માટેના ચાર્જ ૧૫૫ થી વધીને ૨૩૦ થઈ ગયા છે. આ ૫૦% નો વધારો બોજારૂપ છે. લાખો વ્યક્તિઓ કે જેઓ તેમના કામ માટે વડોદરા અને ભરૂચ વચ્ચે મુસાફરી કરે છે તેઓને હાલાકી થશે. ટોલટેક્સના વધારાની સમીક્ષા કરો અને તેમાં સુધારો કરો ટોલ અને ચાર્જમાં ૫૦ % વધારાને આવક જનરેશનને બદલે જાળવણીની જરૂરિયાતોને અનુરૂપ વધુ વ્યાજબી રકમમાં ફેરવવા અથવા સુધારવાનો વિચાર કરો. ટોલ રિવિઝનમાં પારદર્શિતા અને પ્રવાસીઓ પર અચાનક લાદવામાં આવતા ટોલટેક્સ અટકાવવા માટે આગોતરા પરામર્શ અને વાજબીતા સાથે ટોલ રિવિઝન માટે પારદર્શક મિકેનિઝમ લાગુ કરવી જરૂરી છે. આ ઉપરાંત જાે કોઈ વાહન એક જ ટોલ પ્લાઝા પરથી ૨૪ કલાકની અંદર ૨ થી વધુ વખત પસાર થાય છે, તો હવે વધારાની રકમ વસૂલવામાં આવે છે, જેથી ટોલ ચાર્જમાં ઘટાડો અને ૨૪-કલાકની અંદર ફરી પાસ થવા માટે વધારાની ટોલ ફીની પ્રથા બંધ થાય તે જરૂરી છે.

Follow Me:

Related Posts