fbpx
અમરેલી

નગરપાલિકા-તાલુકા પંચાયતની ચૂંટણી અને પેટા ચૂંટણી :  પ્રાથમિક મતદારયાદી અંગે વાંધા-સૂચનો તા.૦૮ જાન્યુઆરી સુધીમાં રજૂ કરવા

 આગામી સમયમાં લાઠી, ચલાલા, રાજુલા તથા જાફરાબાદની સામાન્ય ચૂંટણી, અમરેલી (વોર્ડ નં.૦૫ તથા ૦૭) દામનગર (વોર્ડ નં.૦૨ તથા ૦૩) તથા સાવરકુંડલા (વોર્ડ નં.૦૩) નગરપાલિકાની પેટા ચૂંટણી અને બગસરા તાલુકા પંચાયતની ૧૬-વાઘણીયા જૂના, બાબરા તાલુકા પંચાયતની ૧૦-કરિયાણા તથા ધારી તાલુકા પંચાયતની ૧૪-મીઠાપુર ડુંગરી બેઠકોની પેટાચૂંટણીઓ યોજાશે.

આ ચૂંટણી માટે વિધાનસભાની તા.૦૧.૦૧.૨૦૨૫ની લાયકાતે, તા.૨૯.૧૦.૨૦૨૪ના રોજ પ્રસિદ્ધ થયેલી મતદાર યાદી પરથી સંબંધિત નગરપાલિકા તથા તાલુકા પંચાયતના વોર્ડ-બેઠકના સીમાંકનના આધારે તૈયાર કરવામાં આવેલી મતદારયાદીની તા.૧૯.૧૨.૨૦૨૪ના રોજ મતદારયાદી નોંધણી અધિકારીશ્રી અને મામલતદારશ્રીની કચેરી, નગરપાલિકા કચેરી તથા વોર્ડના જાહેર સ્થળે તેમજ તાલુકા પંચાયત માટે મતદાર નોંધણી અધિકારીશ્રી અને મામલતદારશ્રીની કચેરી, તાલુકા પંચાયત કચેરી તથા સંબંધિત બેઠક હેઠળની ગ્રામ પંચાયત ખાતે મુસદ્દા-પ્રાથમિક પ્રસિદ્ધિ કરવામાં આવી છે.

પ્રાથમિક પ્રસિદ્ધ થયેલી મતદારયાદીમાં નોંધાવામાં આવેલી વિગતો સામે કોઈ વાંધા સૂચનો હોય તો સંબંધિત મતદાર નોંધણી અધિકારીશ્રી અને મામલતદારશ્રીની કચેરી ખાતે તા.૦૮ જાન્યુઆરી,૨૦૨૫ સુધીમાં રજૂ કરવા અમરેલી અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી (સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ) અને અમરેલી જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

Follow Me:

Related Posts