અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત
અમેરિકામાં ફાયરિંગની ઘટનાઓ અટકી રહી નથી. અહીં વિસ્કોન્સિનના મેડિસનમાં એક ક્રિશ્ચિયન સ્કૂલમાં ફાયરિંગની ઘટના સામે આવી છે, જેમાં ૩ લોકોના મોત થયા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટનામાં ફાયરિંગ કરનાર શૂટરને પણ ઠાર મરાયો હતો. ફાયરિંગની આ ઘટનામાં છ લોકો ઘાયલ પણ થયા છે. પોલીસ હજુ સુધી ફાયરિંગ કરનારી ઓળખ કરી શકી નથી. હુમલાખોરે આ ફાયરિંગ શા માટે કર્યું તે પણ જાણી શકાયું નથી. મેડિસન પોલીસના જણાવ્યા અનુસાર, ફાયરિંગ એબન્ડન્ટ લાઇફ ક્રિશ્ચિયન સ્કૂલમાં સવારે ૧૦ઃ૫૭ વાગ્યે (સ્થાનિક સમય) થયું હતું. ફાયરિંગની ઘટના બાદ જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યારે ત્યાં ઘણા લોકો ઘાયલ જાેવા મળ્યા હતા. નોંધનીય છે કે મેડિસનની ખાનગી શાળામાં જ્યાં ફાયરિંગની ઘટના બની હતી ત્યાં કિન્ડરગાર્ટનથી લઈને ૧૨મા ધોરણ સુધીના ૪૦૦ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.નોંધનીય છે કે અમેરિકામાં દરરોજ ફાયરિંગની ઘટનાઓ સામે આવતી રહે છે.
Recent Comments