બોલિવૂડ

બોલિવુડનો ફેમસ સિંગર અને રેપર બાદશાહને ગુરુગ્રામમાં રોંગ સાઈડ ગાડી ચલાવવા પર દંડ ફટકારવામાં આવ્યો

ટ્રાફિકના નિયમો તમામ માટે સરખા જ હોય છે, પછી ભલે તે બોલિવુડ સ્ટાર હોય.બોલિવુડના ફેમસ સિંગર બાદશાહે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા ગુરગ્રામ પોલીસે દંડ ફટકાર્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, સિંગર ગુરુગ્રામમાં પોતાના કોન્સર્ટમાં જઈ રહ્યો હતો. તે દરમિયાન રોંગ સાઈડમાં ગાડી ચલાવવાને કારણે ટ્રાફિક પોલીસે તેમણે રોકી દંડ ફટકાર્યો હતો. ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવાને કારણે બાદશાહને ૧૫ હજાર રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. બાદશાહ પહેલો એવો સેલિબ્રિટી નથી. જેને ટ્રાફિક પોલીસે દંડ ફટકાર્યો હોય. હાલમાં કાર્તિક આર્યન મુંબઈના સિદ્ધિવિનાયક મંદિર પહોંચ્યો હતો અને તે દરમિયાન લેમ્બોર્ગિની કાર નો પાર્કિંગ જાેનમાં પાર્ક કરી હતી. જેના કારણે તેમને પર દંડ ફટકારવામાં આવ્યો હતો. આવી જ ભૂલ વર્ષ ૨૦૧૭માં વરુણ ધવન પણ ચાહકોની રિકવેસ્ટ પર સેલ્ફી લેવાના કારણે કારમાંથી નીચે ઝૂકીને ઊભો રહ્યો હતો. આ પછી મુંબઈ પોલીસે તેને કહ્યું કે તેનું ઈ-ચલણ કાપવામાં આવ્યું છે, જેના માટે તેણે તરત જ માફી માંગી હતી. ગુરુગ્રામ ટ્રાફિક પોલીસે બાદશાહ સામે ટ્રાફિકના ઉલ્લંઘન સામે તેની ઝીરો-ટોલરેન્સ નીતિને પ્રતિબિંબિત કરીને ઉલ્લંઘન માટે ૧૫,૫૦૦ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

Related Posts