fbpx
બોલિવૂડ

સારા અલી ખાનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવ્યો

અભિનેત્રી સારા અલી ખાન પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં રહે છે. હવે સારાનો તેના એક્સ બોયફ્રેન્ડ વીર પહાડિયા સાથેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો મસૂરીનો છે. આ વીડિયોમાં તે વીર સાથે ડાન્સ કરતી જાેવા મળી રહી છે. બંનેને એકસાથે ડાન્સ કરતા જાેઈને સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે કદાચ બંનેએ ફરી એકવાર તેમના પ્રેમને તક આપવાનું વિચાર્યું છે. જાેકે, આ અંગે બંને તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. તમને જણાવી દઈએ કે વીડિયોમાં સારા અલી ખાન અને વીર પહાડિયા પહાડિયા ગઢવાલી ગીત પર ડાન્સ કરતા જાેવા મળે છે. પાછળ તિબેટીયન બૌદ્ધ મંદિર દેખાય છે. બંને એકસાથે ડાન્સ કરતા ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે.

સારાએ વ્હાઇટ કલરની સાડી પહેરી છે. આ સાથે મેચિંગ સ્લીવલેસ બ્લાઉઝ પહેરેલો છે. જ્યારે વીર બ્લેક બ્લેઝર અને સફેદ પેન્ટ, બ્રાઉન બૂટ પહેરે છે. નોંધનીય છે કે સારા અલી ખાન અને વીર પહાડિયા મુંબઈમાં સાથે મોટા થયા હતા અને કહેવાય છે કે બંને એક સમયે એકબીજાને ડેટ પણ કરી ચૂક્યા હતા. સારા અલી ખાનનું નામ તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં વીર પહાડિયા સાથે જાેડાયું હતું. જાેકે, ફિલ્મી દુનિયામાં આવ્યા બાદ સારા અલી ખાનનું નામ ઘણા લોકો સાથે જાેડાઈ ગયું છે. બંને એકસાથે ખૂબ જ સારા દેખાઈ રહ્યા છે. આ વીડિયો કોઈ ફિલ્મના શૂટિંગનો લાગે છે. આ વીડિયો ફિલ્મ સ્કાય ફોર્સનો જણાવવામાં આવી રહ્યો છે. સ્કાય ફોર્સમાં અક્ષય કુમાર લીડ રોલમાં જાેવા મળશે. આ ફિલ્મ ૨૦૨૫માં રિલીઝ થશે. આ એક એક્શન ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્માણ અમર કૌશિક, દિનેશ વિજને કર્યું હતું. સારા અલી ખાનના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ફિલ્મ એ વતન મેરે વતનમાં જાેવા મળી હતી. આ ફિલ્મમાં તે ઉષા મહેતાના રોલમાં હતી. હવે તેના હાથમાં ૩ ફિલ્મો છે. તે આ દિવસોમાં ફિલ્મ મેન્ટ્રોપ, સ્કાય ફોર્સ અને અનટાઈટલ્ડ ફિલ્મમાં જાેવા મળશે.

Follow Me:

Related Posts