fbpx
રાષ્ટ્રીય

કેન્સર જેવી ગંભીર જીવલેણ બીમારીને લઈને રશિયાએ મોટો દાવો કર્યો

કેન્સર જેવી ગંભીર જીવલેણ બીમારીને લઈને રશિયાએ મોટો દાવો કર્યો છે. રશિયાએ કહ્યું છે કે, તેમણે કેન્સરની રસી બનાવી છે. કેન્સરના તમામ દર્દીઓને આ રસી મફતમાં મળશે. રશિયાનો દાવો છે કે આ રસી ગાંઠના વિકાસને રોકી શકે છે. આજે સમગ્ર વિશ્વ કેન્સર જેવી ગંભીર જીવલેણ બીમારીથી પરેશાન છે. આવી સ્થિતિમાં રશિયાનો આ દાવો સમગ્ર વિશ્વ માટે મોટી રાહતના સમાચાર છે. રશિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આ કેન્સર સામેની રસી છે, જે ૨૦૨૫ની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવશે. રશિયામાં કેન્સરના દર્દીઓની મફતમાં સારવાર કરવામાં આવશે.

રેડિયોલોજી મેડિકલ રિસર્ચ સેન્ટરના જનરલ ડિરેક્ટર એન્ડ્રે કેપ્રિને આ રસી વિશે માહિતી આપી હતી. જાે કે, હાલમાં તે સ્પષ્ટ નથી કે આ રસી કયા કયા કેન્સરની સારવાર માટે વિકસાવવામાં આવી છે અને તે કેટલી અસરકારક છે. આ રસીનું નામ પણ હજુ જાહેર કરાયું નથી. હકીકતમાં, બાકીના વિશ્વની જેમ, રશિયામાં પણ કેન્સરના દર્દીઓ સતત વધી રહ્યા છે. ૨૦૨૨ માં ૬,૩૫,૦૦૦ થી વધુ કેન્સરના દર્દીઓના કેસ નોંધાયા છે. એવું માનવામાં આવે છે કે કોલોન, સ્તન અને ફેફસાંનું કેન્સર રશિયામાં આ રોગનું સૌથી સામાન્ય સ્વરૂપ છે. આ રસી વિશે જણાવવામાં આવ્યું છે કે આ રસી માત્ર ટ્યુમરના વિકાસની ઝડપને જ નહીં, પરંતુ ટ્યુમરના કદને પણ ઘટાડશે. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ૨૦૨૪ના વર્ષની શરૂઆતમાં કેન્સર વિરોધી રસી વિશે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, અમે કેન્સરની રસી અને નવી પેઢીની ઇમ્યુનોમોડ્યુલેટરી દવાઓ બનાવવાની ખૂબ નજીક પહોંચી ગયા છીએ. પુતિને આશા વ્યક્ત કરી હતી કે, ટૂંક સમયમાં આનો અસરકારક રીતે વ્યક્તિગત દવાની પદ્ધતિઓ તરીકે ઉપયોગ કરવામાં આવશે.

Follow Me:

Related Posts