અમરેલી એ.આર.ટી.ઓ અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાવેલ્સસંચાલકો અને ડ્રાઇવર અને કંડક્ટર સાથે રોડ સેફ્ટી બેઠક યોજાઇ
અમરેલી તા.૨૧ ડિસેમ્બર, ૨૦૨૪ (શનિવાર) માર્ગ સલામતી જળવાઈ રહે અને ટ્રાવેલ્સ સંચાલકો, ડ્રાઇવરો, કંડક્ટર્સ સહિતનાઓને માર્ગ સલામતી માટે ડ્રાઇવર- વાહન ચાલકે શું કાળજી લેવાની રહે તે બાબતે માર્ગદર્શન આપવા અમરેલી એ.આર.ટી.ઓ.અને અમરેલી જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા માટે રોડ સેફ્ટી બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં વાહન ટ્રાવેલ્સ સંચાલકોને એકસ્ટ્રા વ્હાઇટ LED લાઇટ, LED લાઇટના લીધે આંખમાં વિઝન પ્રોબ્લેમ (દ્રષ્ટિભ્રમ થાય) અને તે થાય તો તેની માર્ગ પર તેમજ માર્ગ પર પસાર થતાં વાહનો, વાહનચાલક, મુસાફરો સહિતનાઓ પર થતી અસરો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. અકસ્માતના ભયને ધ્યાને લેતા વધારાનીવ્હાઇટ LED બનતી ત્વરાએ દૂર કરવામાં આવે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ડ્રાઇવરને બે શિફ્ટ વચ્ચે સમય આપી વિરામ અને આરામ આપવા તેમજ વિવિધ પ્રકારના વ્યસનનું સેવન કરી ડ્રાઇવિંગ ન કરવા માટે નો ડ્રીંક એન્ડ નો ડ્રાઇવ અંગે સમજ આપવામાં આવી હતી. વાહન ચલાવતી વખતે પર ફોનનો ઉપયોગ અને ફોન પર વાત કરવાનું ટાળવું આવશ્યક છે. આવું કોઇ વાહનચાલક દ્વારા કરવામાં આવતું હોય તો તે સમસ્યાના નિવારણ માટે હેલ્પલાઇન નંબર પર સંપર્ક થઈ શકે તેવી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી હતી.
ડ્રાઇવર પોતાની લેન પર ડ્રાઇવિંગ કરે, લેન બદલાવતી વખતે યોગ્ય સાઇડ ઇન્ડિકેટરનો ઉપયોગ થાય, બિનજરુરી રીતે હોર્ન વગાડવા નહિ, આવશ્યક ન હોય તેવા એકપણ સમયે ઓવરટેક ન થાય તેની કાળજી રાખવી. વાહનમાં હોય તે તમામને પોતાના પરિવારવજનોની જેમ કાળજી લેવામાં આવે, વાહનમાં હોય તેવા મુસાફરની કાળજી રાખવા વિનંતી કરવામાં આવી હતી, તેમ અમરેલી જિલ્લા સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.
Recent Comments