આશરે રુ.૧૭ કરોડના ખર્ચે નિર્માણ પામનાર માર્ગોના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
અમરેલી તા.૨૧ ડિસેમ્બર, ૨૦૨૪ (શનિવાર) વિધાનસભાના નાયબ મુખ્ય દંડકશ્રી અને અમરેલી-વડીયા-કુંકાવાવ વિસ્તારના ધારાસભ્ય અને કૌશિકભાઈ વેકરિયાના હસ્તે અમરેલીમાં આશરે રુ. ૧૭ કરોડના ખર્ચે તૈયાર થનાર બે માર્ગોનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત સંપન્ન થયું હતું.
અમરેલી શહેર ખાતે અંદાજે રુ. ૧૨ કરોડના ખર્ચે તૈયાર થનાર સેન્ટર પૉઇન્ટ ટુ રાધેશ્યામ ચોકડી, સેન્ટર પોઇન્ટ થી ગર્લ્સ સ્કૂલ, બિનાકા ચોકથી સોમનાથ મંદિર થઈ જેસિંગપરા કામનાથ બ્રિજ, શિવાની ચોકથી રાધેશ્યામ ચોકડી સુધીના ”આઇકોનિક રોડ” અને અમરેલી શહેર ખાતે અંદાજે રુ.૫ કરોડના ખર્ચે તૈયાર થનાર જેશીંગપરા – નવાખીજડીયા નોન પ્લાન રસ્તાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી બિપીનભાઈ લીંબાણી, અમરેલી નગરપાલિકા ઉપપ્રમુખ શ્રી બિનાબેન વિશાલભાઈ કાલાણી, કારોબારી ચેરમેન શ્રી મનિષભાઈ ધરાજીયા, શ્રી પ્રવીણભાઈ માંગરોળીયા, અમરેલી તાલુકા પંચાયત સદસ્યશ્રી નિકુલભાઈ માંડણકા, પાલિકાના દંડક શ્રી દિલાભાઇ વાળા, નગરપાલિકા સદસ્ય શ્રી સંદીપભાઈ માંગરોળીયા, શ્રી કાળુભાઇ પાનસુરિયા, શ્રી ચિરાગભાઈ ત્રિવેદી, શ્રી સન્નીભાઈ ડાબસરા, શ્રી રાજેશભાઈ માંગરોળીયા, શ્રી મહેન્દ્રભાઈ ચાવડા, શ્રી ચેતનભાઈ ધાનાણી સહિતના હોદ્દેદારશ્રીઓ-પદાધિકારીશ્રીઓ, મહાનુભાવો અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments