fbpx
ભાવનગર

યોગ બોર્ડ સાથે સંકળાયેલા યોગ કોર્ડીનેટર, યોગ કોચ અને યોગ ટ્રેનરો ગુજરાત રાજ્ય ‘યોગ એવોર્ડ’માટે અરજી કરી શકશે

રાજ્ય સરકારના રમત ગમત,યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર રચિત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગને પ્રોત્સાહન આપવા તથા યોગ બોર્ડ સાથે સંકળાયેલા હોય માત્ર તેવા યોગ કો-ઓર્ડીનેટર, યોગ કોચ તથા યોગ ટ્રેનરને પ્રોત્સાહન મળી રહે તે માટે ગુજરાત રાજ્ય ‘યોગ એવોર્ડ’ આપવામાં આવે છે.

જે અંતર્ગત એવોર્ડ મેળવવા ઈચ્છુકે અરજી કરતી વખતે ઓછામાં ઓછા ૩ વર્ષ યોગના ક્ષેત્રમાં યોગદાન આપેલું હોવું જોઈએ તેમજ અરજી ગુજરાતી, હિન્દી અને અંગ્રેજી પૈકીની કોઈપણ ભાષામાં અને કોઈપણ એક જ કેટેગરીમાં અરજી કરવાની રહેશે. એકથી વધુ કેટેગરીમાં ભાગ લેનાર સહભાગીની તમામ અરજીઓ રદ કરવામાં આવશે. યોગ બોર્ડ દ્વારા આપવામાં આવેલ યોગ કોચ અથવા યોગ ટ્રેનર તરીકેનું પ્રમાણપત્ર ધરાવતા હોવા જોઈએ આ એવોર્ડ માટે ઉંમરનો કોઈ બાધ નથી. આ એવોર્ડ કેટેગરી વાઇઝ આજીવન માત્ર એક જ વાર મળવાપાત્ર રહેશે. અરજી કરવા માટે સંપૂર્ણ બાયોડેટા અને માંગેલ તમામ પુરાવાઓ સાથે વધુમાં વધુ પાંચ પાનામાં ફોટો સાથેની અરજીમાં પુરૂ નામ, સરનામું, સંપર્ક નંબર, છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન યોગ ક્ષેત્રે કરેલ કાર્યના ફોટા સાથેના નક્કર પુરાવાવાળી અરજી તા.૩૧/૧૨/૨૦૨૪ સુધીમાં પ્રતિ જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરી,

જી-૧/૨, એનેક્ષી બિલ્ડીંગ, બહુમાળી ભવન, ભાવનગર ખાતે રૂબરૂ અથવા પોસ્ટથી મોકલી આપવા જણાવવામાં આવે છે. અધુરી વિગત વાળી કે સમયમર્યાદા બાદ મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ જે અંગે પણ ખાસ નોંધ લેશો. વધુ વિગત માટે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની કચેરીના ૦૨૭૮- ૨૪૩૨૭૬૫ નંબર પર સંપર્ક કરવાનો રહેશે.

Follow Me:

Related Posts