સુરત. “ગારિયાધાર પંથકની આસ્થાનું પ્રતિક” “સૌરાષ્ટ્ર ના હિંદવાપીર” ભાવનગર જિલ્લાના ગારિયાધારનાં પ્રગટ પીર સંતશ્રી વાલમરામ બાપાનાં જન્મસ્થળનાં જીર્ણોદ્ધાર હેતુએ વાલમધામ ગારિયાધાર ગ્રુપ – સીમાડા નાકા સુરતના સેવાભાવી મિત્રોએ સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ મહારાજા ફાર્મમાં તા. ૨૧ ડિસેમ્બરને શનિવારે રાત્રે એક અતિભિવ્ય રંગ કસુંબલ લોકડાયરાનું આયોજન કર્યુ હતુ . જેમા લોકસાહિત્ય અને ભજનો દ્વારા લોકગાયક વિવેક વાઘાણી અને લોકગાયિકા ચાંદની પટેલ સાથે દિનેશ બાપુ સીતાપુર એ જમાવટ કરી હતી જ્યારે મનોજ ખેની (શાયર) દ્વારા શ્રી વાલમપીરનાં જીવન ઝરમર સાથે સુંદર સ્ટેજ સંચાલન કર્યું હતુ ‘ મોટી સંખ્યામાં સંતપ્રેમી અને ધર્મપ્રેમી ભાઈ બહેનોએ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો . સાથે સાથે ઝિર્ણોદ્ધાર કાર્ય માટે દાતાશ્રીઓ દ્વારા ઉદાર હાથે દાનની સરવાણી વહાવી હતી .આવી જ રીતે ભોજલરામનાં શિષ્ય એવા ગારિયાધાર પંથકના ગૌરવ સમા સંત વાલમપીર બાપાની ૨૦૧ મી જન્મ જયંતિ આગામી તા. ૨૮- પ – ૨૦૨૫ નાં રોજ સુરત ખાતે વાલમધામ ગારિયાધાર ગ્રુપ – સુરત દ્વારા આશરે પચ્ચીસ હજાર લોકોની રસોઈ અને ભજન સાથે ભોજન સહિત ભવ્ય રીતે આયોજન કરવામાં આવશે . વળી ગારિયાધાર નું નામ ” વાલમ ધામ ” તરીકે ઝડપથી પ્રસિધ્ધિ પામી રહ્યુ છે એ અભિયાનને વેગ અપાઈ રહ્યો છે
“સૌરાષ્ટ્ર ના હિંદવાપીર” સંતશ્રી વાલમરામ બાપાનાં જન્મસ્થળનાં જીર્ણોદ્ધાર હેતુએ લોક ડાયરો યોજાયો

Recent Comments