fbpx
અમરેલી

અમરેલી જિલ્લા કલેકટર અજય દહિયાનાઅધ્યક્ષસ્થાને માર્ગ સલામતી બેઠક યોજાઇ

અમરેલી તા.૨૩ ડિસેમ્બર, ૨૦૨૪ (સોમવાર) અમરેલી જિલ્લા માર્ગ સલામતી સમિતિ અધ્યક્ષ અને અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાના અધ્યક્ષસ્થાને અમરેલી જિલ્લા  માર્ગ સલામતી બેઠક યોજાઇ હતી.અમરેલી જિલ્લા કલેકટરશ્રી અજય દહિયાએ, માર્ગ સલામતી માટે હાથ ધરવામાં આવેલી કામગીરીનો અહેવાલ અને વિગતો મેળવી માર્ગ સલામતી સમિતિને લગતી કાર્યવાહીને સઘન કરવા જણાવ્યુ.

માર્ગ પર વિવિધ સાઇન દર્શાવતા સાઇનેજ બોર્ડ લગાડવા, રેલવે ફાટક હોય તેવા વિસ્તારોમાં રેલિંગ કરવું,  એલઇડી લાઇટ દૂર કરવી, અકસ્માતનું પ્રમાણ વધુ રહેતું હોય તેવા માર્ગો પર વિશેષ પગલાઓ – કાર્યવાહી હાથ ધરવી,  વધારાના ઝાડી-ઝાંખરા દૂર કરવા, ઝિબ્રા ક્રોસિંગ, ટ્રી ગાર્ડ લગાડવા, માર્ગ પર રેડિયમ રિફક્લેટર લગાડવા, શાળા નજીક લગાડવાના બોર્ડ લગાડવાની કાર્યવાહી, આવશ્યકતા હોય તેવા માર્ગ પર એપ્રોચ રોડ બનાવવા, માર્ગ પર સફાઇ જળવાઇ રહે તે માટે સઘન સફાઇ કામગીરી શરુ રહે, સમારકામની આવશ્યકતા હોય તેવા માર્ગના સમારકામની કામગીરી હાથ ધરવા જિલ્લા કલેકટરશ્રીએ સૂચના  આપી હતી.

સમગ્ર બેઠકનું સંચાલન આરટીઓ ઇન્સ્પેકટરશ્રી ટાંકે કર્યુ હતું. તેમણે માર્ગ સલામતી જાગૃત્તિ સપ્તાહ આયોજન સહિત આરટીઓ તેમજ આરટીઓ તથા પોલીસ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવેલી કામગીરી વિશે વિગતો જણાવી હતી.

અમરેલી જિલ્લા સેવા સદન ખાતે યોજાયેલ આ બેઠકમાં અમરેલી જિલ્લા પોલીસ વડા શ્રી સંજય ખરાત, મદદનીશ પોલીસ અધિક્ષકશ્રી વલય વૈદ્ય, બગસરા-વડીયા, અમરેલી, લાઠી-બાબરા, ધારી સહિતના પ્રાંત અધિકારીશ્રીઓ, માર્ગ અને મકાન કાર્યપાલક ઇજનેરશ્રી ધોળાવાળા, તાલુકા મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ, નગરપાલિકા કર્મયોગીશ્રીઓ, માર્ગ અને મકાન પંચાયત, એનએચએઆઇ, પોલીસ, આરટીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ-કર્મચારીશ્રીઓ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

Follow Me:

Related Posts