તા.૧૦ થી તા.૨૦ જાન્યુઆરી-૨૦૨૫ દરમિયાન કરુણા અભિયાન યોજાશે
અમરેલી તા.૨૩ ડિસેમ્બર, ૨૦૨૪ (સોમવાર) ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગના દોરાથી ઘાયલ થયા હોય તેવા પક્ષીઓને બચાવવા અને તે પક્ષીઓને સારવાર મળી રહે તેવા ઉદ્દેશ્ય સાથે રાજયના વન વિભાગ દ્વારા કરુણા અભિયાનનું આયોજન કરવામાં આવે છે.
જાન્યુઆરી-૨૦૨૫ના તા.૧૦ થી તા.૨૦ દરમિયાન યોજાનાર આ કરુણા અભિયાન એ કુદરત પ્રત્યેના અભિગમ, વલણ અને કાળજી દર્શાવતો આગવો કાર્યક્રમ છે. પક્ષી સંરક્ષણ માટેની દિશામાં સેવારત કરુણા અભિયાન એ સમગ્ર દેશને દ્રષ્ટાંત પૂરું પાડનારું પ્રેરણા સમાન કાર્ય છે, જે ગુજરાતને આગવી ઓળખ આપનારું છે.
ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન ઘાયલ થતાં પક્ષીઓને સારવાર મળી રહે તે માટે જિલ્લા, તાલુકા અને શહેર કક્ષાએ કંટ્રોલરુમ અને સારવાર કેન્દ્ર કાર્યરત રહેશે. સેવાભાવી નાગરિકો અને સંસ્થાઓનો સહયોગ સાંપડશે, તેમ રાજયના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Recent Comments