અમરેલી

અમરેલી જિલ્લા ભાજપ દ્રારા આજે ‘વીર બાળ દિવસ’નિમિતે બૌધ્ધિક પરિસંવાદનું આયોજન

દેશનાં યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીજીનાં નેતત્વમાં તા.૨૬ ડીસેમ્બર ને ‘ વીર બાળ દિવસ’ જાહેર કરેલ છે. શીખોના ૧૦માં ગુરૂશ્રી ગુરૂ ગોવિંદસિંહજીનાં બે નાના પુત્રો શ્રી જોરાવરસિંહ અને શ્રી ફતેહસિંહની યાદમાં તા.૨૬ ડીસેમ્બર ર૦૨૪નાં રોજ સમગ્ર દેશમાં’ વીર બાળ દિવસ’ તરીકે ઉજવણી થઈ રહી છે. આ દિવસનાં અનુસંધાને અમરેલી જિલ્લા ભાજપ દ્રારા અમરેલી ઓક્સફર્ડ સાયન્સ સ્કૂલ ખાતે બપોરે ૩:૦૦ કલાકે એક’ બૌધ્ધિ પરિસંવાદ ‘ નું આયોજન કરેલ છે. શીખોનાં છેલ્લા ગુરૂ ગોવિંદસિંહનાં પુત્રોની ઉદાહરણીય સાહસની ગાથાથી દેશ અને વિશ્વને અવગત કરવા ‘ વીર બાળ દિવસ ‘ નું આયોજન કરવામાં આવી રહયું છે ત્યારે આ કાર્યક્રમમાં મુખ્ય વકતા તરીકે ગુજરાત સરકારનાં પૂર્વ મંત્રીશ્રી ગોવિંદભાઈ પટેલ હાજર રહેશે.

આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લાનાં વિવિધ સંસ્થાનાં પ્રતિનિધીઓ, વિવિધ એસોસીએશનનાં આગેવાનશ્રીઓ, વિવિધ જ્ઞાતિ – સમાજનાં આગેવાનશ્રીઓ. વેપારીઓ, ડોકટરશ્રીઓ, વકીલશ્રીઓ, શિક્ષકશ્રીઓ, યુવાનો, વિદ્યાર્થીઓ તેમજ જિલ્લા ભાજપનાં હોદેદારશ્રીઓ, સાંસદશ્રી, ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક સ્વરાજનાં ચુંટાયેલ તમામ પ્રતિનિધીઓ તેમજ તમામ મંડલનાં હોદેદારશ્રીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેશે. તેમ જિલ્લા ભાજપ કાર્યાલયની યાદીમાં જણાવાયું છે.

Related Posts