અમેરિકાના આકાશમાં અચાનક આગ ભડકી ઉઠી

સેટેલાઇટની ઝડપને કારણે વાતાવરણમાં ઘર્ષણ સર્જાયું, સત્ય સામે આવ્યું ત્યારે ચીનનો એંગલ સામે આવ્યોઅચાનક મધ્યરાત્રિએ અમેરિકાના આકાશમાં આગનો વરસાદ શરૂ થયો. આવું દ્રશ્ય જાેઈને હાજ૩ર તમામ લોકો ચોંકી ગયા હતા. જાે કે, જ્યારે તેનું સત્ય સામે આવ્યું તો બધાને આશ્ચર્ય થયું. અમેરિકાના આકાશમાં અચાનક આગ ભડકી ઉઠી હતી, એવું લાગ્યું જાણે મિસાઈલ આવી રહી છે. કોઈએ કહ્યું કે ઉલ્કા વર્ષા છે. જાેકે જ્યારે સત્ય સામે આવ્યું ત્યારે ચીનનો એંગલ સામે આવ્યો છે. સુપરવ્યુ-૧ ૦૨ સેટેલાઇટની ઝડપને કારણે વાતાવરણમાં ઘર્ષણ સર્જાયું હતું
અને આગ ફાટી નીકળી હતી. આ પછી તે મિસિસિપી, અરકાનસાસ અને મિઝોરી તરફ આગળ વધ્યું હતુ. ચીનના ઉપગ્રહની ઝડપ ૨૭૦૦ દ્ભસ્ કરતા વધુ હતી. તેના ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં આકાશમાં આગનો ગોળો જાેવા મળી રહ્યો છે. હાર્વર્ડ-સ્મિથસોનિયન સેન્ટર ફૉર એસ્ટ્રૉફિઝિક્સના ખગોળશાસ્ત્રી જાેનાથન મેકડૉવેલે જણાવ્યું હતું કે સુપરવ્યુ-૧ ૦૨ ઉપગ્રહ (ગાઓજિંગ ૧-૦૨ કોમર્શિયલ ઇમેજિંગ સેટેલાઇટ) રાત્રે ન્યૂ ઓર્લિયન્સ પર તૂટી પડ્યો હતો.લ્યૂઇસિયાના, અલાબામા, મિસિસિપી, અરકાનસાસ અને મિઝોરીના લોકોએ આ ઘટના જાેઈ અને આઘાત પામ્યા. અમેરિકન મીટિઅર સોસાયટીએ તેને ૧૨૦ થી વધુ વખત જાેયો છે.ઘણા લોકોએ તેને પોતાના કેમેરામાં કેદ પણ કરી લીધો. એક યૂઝરે લખ્યું, મેં હમણાં જ અલાબામામાં એક ઉલ્કા પૃથ્વી પર પડતી જાેઈ છે. તે ખૂબ મોટી હતી. લાઈવ સાયન્સના રિપોર્ટ અનુસાર, સુપરવ્યુ-૧ ૦૨ સેટેલાઇટ ૨૭,૪૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે મુસાફરી કરી રહ્યો હતો. ૨૧ ડિસેમ્બરના રોજ રાત્રે ૧૧.૦૮ વાગ્યે, તે અચાનક નીચે ઊતર્યું અને ન્યૂ ઓર્લિયન્સ પર અમારા વાતાવરણમાં પ્રવેશ્યું હતુ.
Recent Comments