રાષ્ટ્રીય

હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરમાં હિમવર્ષા

હિમવર્ષાને કારણે કાતિલ ઠંડીની ગંભીર અસર જાેવા મળી રહી, બીજી તરફ પર્વતીય પ્રદેશમાં છવાયેલ સફેદ ચાદરનો આનંદ માણવા પ્રવાસીઓ નજરે પડ્યા કેદારનાથ, બદ્રીનાથ અને સોનમર્ગ જેવા સ્થળોએ હિમવર્ષાએ પ્રવાસન સ્થળોને આકર્ષક બનાવ્યા ભારતના પર્વતીય રાજ્યોમાં થયેલી હિમવર્ષાએ વર્તમાન સિઝનના હાલના સમયગાળાને પ્રવાસીઓએ ખાસ બનાવી દીધો છે. લાંબી પ્રતીક્ષા બાદ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ-કાશ્મીરના પર્વતો પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે. આ વિસ્તારોમાં થયેલ હિમવર્ષાને કારણે કાતિલ ઠંડીની ગંભીર અસર જાેવા મળી રહી છે. જ્યાં એક તરફ હિમવર્ષાથી સ્થાનિક જનજીવનને અસર કરી રહી છે, તો બીજી તરફ પર્વતીય પ્રદેશમાં છવાયેલ સફેદ ચાદરનો આનંદ માણવા પ્રવાસીઓ આ વિસ્તારો તરફ ખેંચાઈ રહ્યા છે. હિમાચલ પ્રદેશના મનાલી, કુલ્લુ, રોહતાંગ અને આસપાસના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે.

જેના કારણે આ વિસ્તારોનો નજારો સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. મનાલી અને કીલોંગ રોડ પર ભારે હિમવર્ષાના કારણે વાહનોની અવરજવર અસ્થાયી રૂપે બંધ કરવી પડી હતી. આ હિમવર્ષાને કારણે અટલ ટનલના માર્ગ પર લગભગ ૧૦૦૦ વાહનો ફસાઈ ગયા હતા. હિમવર્ષાની અસર ઉત્તરાખંડમાં પણ દેખાઈ રહી છે અને ઘણા ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફનું આવરણ જમા થઈ ગયું છે. ઓલી, ઉત્તરકાશી, ચકરાતા, બદ્રીનાથ અને કેદારનાથ જેવા સ્થળોએ હિમવર્ષા થઈ રહી છે. હિમાચલની સરખામણીમાં ઉત્તરાખંડમાં હિમવર્ષાની તીવ્રતા થોડી ઓછી હોવા છતાં પણ આ વિસ્તારો પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કેદારનાથ ધામમાં વર્તમાન સિઝનની આ બીજી હિમવર્ષા છે.

અત્યાર સુધીમાં આ સ્થળે એક ફૂટથી વધુ બરફ પડી ચૂક્યો છે. હિમવર્ષાના કારણે કેદારનાથ ધામમાં ચાલી રહેલા પુનઃનિર્માણ કાર્યમાં કેટલીક અડચણો આવી રહી છે, કારણ કે બાંધકામ સામગ્રી અને કામદારો સુધી પહોંચવામાં મુશ્કેલીઓ આવી રહી છે. હિમવર્ષાને કારણે સર્જાયેલા બરફીલા દ્રશ્ય, બરફથી ઢંકાયેલા વૃક્ષો, રસ્તાઓ અને ઘરો, બધું મળીને, પ્રવાસીઓ માટે જાદુઈ વાતાવરણ સર્જે છે. હિમવર્ષાના કારણે અહીંની હોટલ અને રિસોર્ટમાં પ્રવાસીઓની ભીડ વધી ગઈ છે. ક્રિસમસ અને નવા વર્ષની આસપાસ અહીં પ્રવાસીઓનો ખાસ ધસારો રહે છે, કારણ કે આ સિઝનમાં હિમવર્ષાને કારણે આ જગ્યાઓ સંપૂર્ણપણે હિમવર્ષાને કારણે સફેદ ચાદર છવાયેલી જાેવા મળે છે. હિમવર્ષાને કારણે સર્જાયેલા બરફીલા દ્રશ્ય, બરફથી ઢંકાયેલા વૃક્ષો, રસ્તાઓ અને ઘરો, બધું મળીને, પ્રવાસીઓ માટે જાદુઈ વાતાવરણ સર્જે છે. હિમવર્ષાના કારણે અહીંની હોટલ અને રિસોર્ટમાં પ્રવાસીઓની ભીડ વધી ગઈ છે.

ક્રિસમસ અને નવા વર્ષની આસપાસ અહીં પ્રવાસીઓનો ખાસ ધસારો રહે છે, કારણ કે આ સિઝનમાં હિમવર્ષાને કારણે આ જગ્યાઓ સંપૂર્ણપણે હિમવર્ષાને કારણે સફેદ ચાદર છવાયેલી જાેવા મળે છે. જમ્મુ-કાશ્મીરમાં પણ હિમવર્ષાનું પ્રમાણ વધ્યુ છે. પીર પંજાલ અને સોનમર્ગ જેવા વિસ્તારોમાં હિમવર્ષા થઈ છે. હાલમાં જમ્મુ-કાશ્મીરમાં શિયાળાની તીવ્રતા વધી છે અને તાપમાનમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રવિવારે રાત્રે શ્રીનગરમાં માઈનસ ૩.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું. આ સિવાય પહેલગામમાં તાપમાન માઈનસ ૫ ડિગ્રી નોંધાયું હતું. શિયાળામાં હિમવર્ષા જાેવાનું સપનું જાેનારા પ્રવાસીઓ હવે આ પહાડી વિસ્તારોમાં પહોંચીને બરફવર્ષાની મજા માણી રહ્યા છે. ઔલી, મનાલી, રોહતાંગ, કેદારનાથ, બદ્રીનાથ અને સોનમર્ગ જેવા સ્થળોએ હિમવર્ષાએ આ પ્રવાસન સ્થળોને આકર્ષક બનાવ્યા છે. પ્રવાસીઓ અહીંની બરફીલા ખીણોમાં સ્કીઇંગ, સ્નોબોર્ડિંગ અને અન્ય એડવેન્ચર સ્પોર્ટ્‌સની પણ મજા માણી રહ્યા છે. હિમવર્ષાના કારણે પ્રવાસીઓના ભારે ધસારાને કારણે સ્થાનિક હોટલો અને રિસોર્ટ પણ ખુશ છે

Follow Me:

Related Posts