શ્રી મોરારિબાપુનાં હસ્તે રામકથા ‘માનસ વિશ્રામઘાટ’ વ્યાસપીઠને અર્પણ કરવામાં આવેલ છે. અગાઉ મથુરામાં યોજાયેલ કથા આધારિત પ્રકાશન તંજાવુરમાં ચાલતી રામકથા દરમિયાન અર્પણ વેળાએ સંપાદક શ્રી નીતિન વડગામા જોડાયાં હતાં. શ્રી મોરારિબાપુ દ્વારા ગુજરાત કે દેશમાં તેમજ વિદેશમાં યોજાતી રામકથા આધારિત લેખન સંપાદન પ્રકાશન થઈ રહેલ છે. અગાઉ મથુરામાં યોજાયેલ રામકથા ‘માનસ વિશ્રામઘાટ’ સંદર્ભે શ્રી નીતિન વડગામા દ્વારા સુંદર સંપાદન પ્રકાશિત થયેલ છે.તામિલનાડુનાં તંજાવુરમાં ચાલતી રામકથા ‘માનસ હરિભજન’ દરમિયાન શ્રી મોરારિબાપુનાં હસ્તે રામકથા ‘માનસ વિશ્રામઘાટ’ વ્યાસપીઠને અર્પણ કરવામાં આવેલ છે.આ રામકથા પ્રકાશન અર્પણ વેળાએ સંપાદક શ્રી નીતિન વડગામા જોડાયાં હતાં અને તેઓએ પ્રાસંગિક વાત કરી હતી. ઉપક્રમ સંકલનમાં શ્રી નિલેશ વાવડિયા સાથે રહ્યાં હતા.
તંજાવુરમાં શ્રી મોરારિબાપુ રામકથા ‘માનસ વિશ્રામઘાટ’ અર્પણ

Recent Comments