સાબરકાંઠાના વડાલી તાલુકામાં ૨૦૨૩ની સાયકલો પ્રાઈવેટ દુકાનમાં જાેવા મળી, તંત્ર સામે અનેક સવાલો સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ૨૦૨૩ની ગ્રાન્ટમાં મંજૂર થયેલી સાયકલો હજુ સુધી વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી, પરંતુ આ સાયકલો ખાનગી દુકાનમાં જાેવા મળી રહી છે. આ ઘટનાએ વિસ્તારમાં અનેક સવાલો ઉઠાવ્યા છે. જિલ્લામાં સાયકલ વિતરણમાં મોટા પાયે કૌભાંડ થયું હોવાની શંકા વ્યક્ત થઈ રહી છે. હજારોની સંખ્યામાં સાયકલો વિતરણ વગર જ પડી રહી છે અને કેટલીક સાયકલો તો ભંગાર બની ચૂકી છે. આ સાથે જ, ગુજરાતમાં ભંગાર સાયકલો પધરાવવા માટે એજન્સીઓ સક્રિય થઈ હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે. આ ઘટનાને લઈને અનેક પ્રશ્નો ઉભા થાય છે, શું સાયકલ વિતરણમાં કોઈ મોટું કૌભાંડ થયું છે ? શા માટે સાયકલો વિદ્યાર્થીઓ સુધી પહોંચી રહી નથી ? ખાનગી દુકાનોમાં સાયકલો ક્યાંથી આવી ? ભંગાર બની ચૂકેલી સાયકલોનું શું થશે ? આ મામલે જિલ્લા કલેક્ટર અને શિક્ષણ વિભાગે તાત્કાલિક તપાસ કરીને આરોપીઓ સામે કાર્યવાહી કરવી જાેઈએ. સાથે જ, વિદ્યાર્થીઓને મળવા પાત્ર સાયકલોનું વિતરણ પણ યોગ્ય સમયસર કરવું જાેઈએ.
સાબરકાંઠાના વડાલીમાં ૨૦૨૩ની ગ્રાન્ટની સાયકલો પ્રાઇવેટ દુકાનમાં દેખાતા ચકચાર મચી

Recent Comments