fbpx
રાષ્ટ્રીય

ભારતમાં હોટેલ્સ અને રિસોર્ટ્‌સ વિદેશમાં પર્યટન સ્થળો કરતાં વધુ મોંઘા : રિસર્ચ

વેકેશનમાં પ્રવાસનું આયોજન કરનારા લોકો ભારતમાં હોટલના ભાવો વધુ પડતાં હોવાનું તેમને જણાઈ રહ્યું છે અને રજાઓ ગાળવા માટે વિદેશ જવાનું પસંદ કરી રહ્યાં છે. પરંતુ જેની ચર્ચા કરવામાં આવી નથી તે મુદ્દો એ છે કે ભારતમાં હોટલના ટેરિફ શા માટે આટલા ઊંચા છે અને શું દર ઘટાડવા માટે કંઈ કરી શકાય છે? ઊંચા હોટેલ ટેરિફ સિવાય, ઊંચા સ્થાનિક હવાઈ ભાડાં પણ પ્રવાસીઓને અસર કરે છે. જ્યારે અન્ય દેશોમાં વિઝા મેળવવાની સરળતા ભારતીયોને વિદેશમાં રજાઓ ગાળવા માટેની આશા વધુ પ્રબળ કરે છે. ભારતના લોકલ પ્રવાસન સ્થળો તેઓ પસંદ નથી કરતાં. કોવિડ લોકડાઉન પછી જ્યારે ભારતમાં હોટલોએ રૂમના ભાડામાં વધારો કર્યો ત્યારે આ ટ્રેન્ડ વધ્યો હોવાનું જણાય છે.

રિસર્ચ કરનારે જણાવ્યું હતું કે, “અમને જાણવા મળ્યું છે કે વિયેતનામના ઘણી સ્ટાર-રેટેડ પ્રોપર્ટીઝ ગોવાની પ્રોપર્ટીઝ કરતાં ૩૦-૪૦% સસ્તી છે. તે પણ જુલાઈમાં, જ્યારે ઑફ સિઝન હોય,” ટોન્સ ટ્રેલ્સના સ્થાપકે જણાવ્યું કે, એ પણ જાણવા મળ્યું છે કે કેવી રીતે ભારતીય હોટેલો વિદેશની સરખામણીએ મોંઘી હતી. કેટલીકવાર, ભારતમાં ફરવાના જે બિલ થાય છે તેટલામાં માત્ર રૂ. ૧૦,૦૦૦ થી રૂ. ૨૦,૦૦૦ વધુ ખર્ચીને, ભારતીયો વિદેશી સ્થળોની મુલાકાત લઈ લે છે. એમ્બિશન ડેસ્ટિનેશનના એમડી આશિષ પ્રતાપ સિંઘ કહે છે કે, બે લોકો માટે રૂ. ૫૦,૦૦૦ના બજેટ સાથે ડોમેસ્ટિક ટૂર પેકેજ શોધી રહેલા ઘણા ગ્રાહકો તેમના બજેટમાં રૂ. ૧૦,૦૦૦-૨૦,૦૦૦નો વધારો કરીને ઘણીવાર થાઇલેન્ડ, વિયેતનામ અથવા ઇન્ડોનેશિયાની ટ્રિપ પસંદ કરે છે. દિલ્હી સ્થિત ટૂર ઓપરેટર સિંઘ કહે છે, “વિકલ્પો થ્રી-સ્ટાર રહેવાનું, નાસ્તો, જાેવાલાયક સ્થળો છ દિવસના સમય માટે ઓફર કરે છે, અને તે સમગ્ર ટુર પ્રવાસીઓ માટે અર્થપૂર્ણ બનાવે છે.” નિર્ણાયક કિંમતના સેગમેન્ટમાં માંગ-પુરવઠામાં મોટો તફાવત અને હોટલના ટેરિફ અવરોધ બને છે જે ખિસ્સામાં બોજ વધારે છે. ઉદ્યોગના અનુભવીઓ અને અંદરના લોકો દ્વારા આ બાબતે જણાવવામાં આવ્યું છે કે કેવી રીતે પર્યાપ્ત રૂમનો અભાવ, સ્થાવર મિલકતના ઊંચા ભાવ, મુશ્કેલ લોન પ્રક્રિયાઓ ત્યાંનાં ખર્ચમાં વધારો કરે છે. આ ટેરિફની દ્રષ્ટિએ ભારતીય હોટલો વચ્ચે સ્પર્ધા થઈ રહી છે જેના કારણે ભાવ વધી રહ્યા છે, અને ભારતીયો વિદેશમાં સ્થાનો પસંદ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts