fbpx
ગુજરાત

સ્કૂલ પ્રોજેક્ટ બનાવવામાં વિદ્યાર્થીની આંખ ગઈ, રમકડામાં બ્લાસ્ટ થતા બાળકે આંખ ગુમાવી

લુણાવાડા તાલુકાના લાલસર ગામની ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો.૨ ના વિદ્યાર્થીને રોબેટિક એજ્યુકેશન કીટ આપતા તેમાં રહેલી પેન્સિલ સેલ ની બેટરી ફાટતા બાળક ગંભીર ઇજાગ્રસ્ત થયું છે અને આખું ગુમાવવાનું વારો આવ્યો છે. મહીસાગર જિલ્લા ના લુણાવાડા તાલુકા ના લાલસર ગામની એક ખાનગી શાળામાં ધોરણ બે માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને એજ્યુકેશન કીટ અભ્યાસ અર્થે અપાતા બાળક ગંભીર ઇજાગ્રસ્ત બન્યું છે

અને હાલ વધુ સારવાર હેઠળ છે જે શાળા તેમજ વાલીઓ માટે ‘એક લાલબત્તી સમાન કિસ્સો કહી શકાય’ લુણાવાડા તાલુકાના લાલસર ગામે આવેલી ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલના ધોરણ બે માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વધુ અભ્યાસ અર્થે રોબેટિક કીટ અભ્યાસ અર્થે અપાતા તેમાં રહેલા પેન્સિલ સેલ ફાટતા બાળક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયું છે અને પરીવારનું એકનું એક બાળક હાલ પોતાની દ્રષ્ટિ ગુમાવી ચૂક્યું છે. વીરપુર તાલુકાના કોયડમ ગામમાં રહેતા આઠ વર્ષેના વિરેન્દ્રકુમાર ઇન્દ્રજીત ઠાકોર જેવો લાલસર ખાતેની ગાયત્રી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ બે માં અભ્યાસ કરે છે. શાળા દ્વારા અભ્યાસિક પ્રવૃત્તિઓની સાથે શાળા દ્વારા રોબેટીક એજ્યુકેશન કીટ વાલીઓ પાસેથી ૬૦૦૦ હજાર જેટલી કિંમત લઈ વિદ્યાર્થીઓને અભ્યાસ અર્થે આપવામાં આવી હતી. જેમાં એક વિદ્યાર્થી પોતાના ઘરે કીટનો ઉપયોગ કરતો હતો તે સમયે એકાએક તેમાં રહેલી પેન્સિલ સેલની લીથીમ બેટરી ફાટતા વિદ્યાર્થી આંખના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.

Follow Me:

Related Posts