રાજસ્થાનના ઝાલોરમાં ગુજરાતની બસને અકસ્માત નડ્યો, ૧૫ લોકોનો થયો આબાદ બચાવ
ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતોરાજસ્થાનના ઝાલોરમાં ગુજરાતની બસને નડ્યો અકસ્માત. ઝાલોરમાં ગુજરાતની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. બસમાં સવાર ૧૫ લોકોનો થયો આબાદ બચાવ. ટ્રક ચાલકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ખસેડાયો. રાનીવાડાના માલવાડા પાસે બની અકસ્માતની ઘટના. ઘટનાની જાણ થતાં પોલીસ અને ૧૦૮ ઘટનાસ્થળે દોડી આવી હતી અને ઘાયલ ટ્રક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જાેકે, કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી. બસમાં ૧૫થી વધુ લોકો બેઠા હતા, ત્યારે મોટી દુર્ઘટના ટળી છે. અકસ્માતને કારણે ટ્રાફિકજામ થઈ ગયો હતો. જેને ક્લિયર કરાવાયો છે. માલવાડા પોલીસ અત્યારે વધુ તપાસ કરી રહી છે. જાેકે, વધુ વિગત જાણવા મળી નથી.
Recent Comments