પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો
‘કોંગ્રેસ પાર્ટીનો વાસ્તવમાં વિનાશ થઈ ચૂક્યો છે’ ઃ શર્મિષ્ઠા મુખરજીએ કહ્યું પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીના પુત્રી શર્મિષ્ઠા મુખરજીએ રવિવારે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનો વિનાશ થઈ ચૂક્યો છે અને હવે પાર્ટીને પોતાની દુખદ સ્થિતિ પર આત્મચિંતન કરવાની શિખામણ આપી. તેમણે અફસોસ વ્યક્ત કરતા કહ્યું કે પાર્ટીની હાલની સ્થિતિ અને ટોચના નેતાઓ વચ્ચે વિચારધારાની કમીના કારણે અનેક જૂના કોંગ્રેસી કાર્યકરો આજે અલગ થલગ મહેસૂસ કરી રહ્યા છે. શર્મિષ્ઠાએ એવો પણ સવાલ ઉઠાવ્યો કે તેમના પિતાના નિધન બાદ કોંગ્રેસ કાર્ય સમિતિ (સીડબલ્યુસી)ની બેઠક કેમ બોલાવવામાં ન આવી અને કોઈ પ્રસ્તાવ કેમ પસાર ન થયો. શર્મિષ્ઠા મુખરજીએ કહ્યું કે પિતાના નિધન બાદ જ્યારે ઝ્રઉઝ્રની કોઈ બેઠક બોલાવવામાં ન આવી તો તેમને ખરાબ લાગ્યું હતું. ઝ્રઉઝ્ર કોંગ્રેસની ર્નિણય લેનારી સૌથી મોટી યુનિટ છે. તેમણે સવાલ કર્યો કે કોંગ્રેસે આ માટે જવાબ આપવો પડશે.
હું ફક્ત તથ્ય જણાવી શકું. પરંતુ હું એટલું કહેવા માંગુ છું કે આ જાણી જાેઈને કરાયું કે ભારોભાર બેદરકારી હતી તે મને ખબર નથી. આટલી જૂની પાર્ટીમાં શું પરંપરાઓ છે? શર્મિષ્ઠાએ કહ્યું કે, જાે સંસ્થાગત સ્મૃતિનો આ વિનાશ થયો છે, જાે રાહુલ ગાંધી અને તેમની આજુબાજુના લોકો એ ન જાણતા હોય કે કોંગ્રેસે આ અગાઉની સ્થિતિઓમાં કઈ રીતે કામ કર્યું તો તે પોતાનામાં જ કોંગ્રેસની અંદર ગંભીર અને દુખદ સ્થિતિ છે. કોંગ્રેસમાં નહેરુ-ગાંધી પરિવારના બહારના નેતાઓના યોગદાનને માન્યતા આપવા અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે, પીવી નરસિમ્હા રાવ (પૂર્વ પીએમ) સાથે શું થયું હતું તે આપણે ભૂલવું જાેઈએ નહીં. તેમણે કહ્યું કે કોંગ્રેસનું આખું તંત્ર, એટલે કે તેમનું સોશિયલ મીડિયા, આ મુદ્દા પર અને કેટલાક અન્ય મુદ્દાઓ પર મને અને મારા પિતાને સતત નિશાન બનાવી રહ્યા હતા.
મારા અને મારા પિતા જેવા સૌથી મોટા નેતાઓમાંથી એકના વિરુદ્ધ જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરાયો તેનાથી ખબર પડે છે કે કોંગ્રેસનો વાસ્તવમાં વિનાશ થઈ ચૂક્યો છે. શર્મિષ્ઠાએ કહ્યું કે કોંગ્રેસે સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવાની જગ્યાએ ગંભીરતાથી આત્મચિંતન કરવું જાેઈએ કે મારા જેવી નેત્રી (મહિલા નેતા) જે કોંગ્રેસની વિચારધારામાં કટ્ટરતાથી વિશ્વાસ ધરાવતી હતી આજે પાર્ટીથી અલગ થલગ કેમ મહેસૂસ કરે છે. આ અગાઉ એક્સ પર એક પોસ્ટમાં શર્મિષ્ઠા મુખરજીએ કહ્યું હતું કે જ્યારે બાબાનું નિધન થયું તો કોંગ્રેસે શોકસભા માટે સીડબલ્યુસીની બેઠક બોલાવવાની પણ તસ્દી લીધી નહતી. એક વરિષ્ઠ નેતાએ મને કહ્યં કે રાષ્ટ્રપતિઓ માટે આવું થતું નથી. આ સંપૂર્ણ રીતે બકવાસ છે. કારણ કે બાદમાં મને બાબાની ડાયરીથી જાણવા મળ્યું કે આર નારાયણના નિધન પર સીડબલ્યુસીની બેઠક બોલાવવામાં આવી હતી અને શોક સંદેશ બાબાએ જ તૈયાર કર્યો હતો. પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહના સ્મારકની સ્થાપના અંગે ઉઠેલા વિવાદ પર શર્મિષ્ઠાએ કહ્યું કે આ વિવાદમાં તેઓ પડશે નહીં. કારણ કે તે હવે કોંગ્રેસનો હિસ્સો નથી અને તેમણે રાજકારણ છોડી દીધુ છે. જાે કે તેમણે સિંહ માટે એક સ્મારક બનાવવાની વકીલાત કરી અને કહ્યું કે દેશનો સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન પણ પૂર્વ પીએમ મનમોહન સિંહને મરણોપરાંત આપવો જાેઈએ.
Recent Comments