અમદાવાદના સાણંદમાં ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી લીધો હરિઓમ સોસાયટીમાં ઉભરાઇ રહ્યા છે ગટરના પાણી અમદાવાદના સાણંદમાં ગટરની સમસ્યાથી લોકો ત્રાહિમામપોકારી ગયા છે. જેમાં હરિઓમ સોસાયટીમાં ગટરના પાણી ઉભરાઈ રહ્યા છે. ગટરના પાણી ઉભરાતા ગંદકી ફેલાઈ રહી છે અને રોગચાળાનો ભય ફેલાયો છે. આ અંગે નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરવામાં આવી છે. તેમછતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. ગટરના પાણી ઉભરાતા લોકોમાં આક્રોશ ફેલાયો છે. ઉશ્કેરાયેલા લોકોએ ગટરના પાણીની સમસ્યાનો ઉરકેલ ન આવે તો ચૂંટણીના બહિષ્કારની ધમકી ઉચ્ચારી છે. સાણંદમાં પ્રતિદિન ગટરની સમસ્યા વધી રહી છે. તેમાં પણ સાણંદની હરિએમ સોસાયટીમાં નર્કાગાર જેવી પરિસ્થિતી સર્જાઈ છે. જેમાં ઘરે ઘરે ગટરના પાણી ઉપરાઈ રહ્યા છે. નગરપાલિકાના કર્મચારીઓ જાણે ઘોર નિદ્રામાં હોય તેવું જણાઈ રહ્યું છે. કર્મચારીઓ આંખ આડા કાન કરતા હોય તેવું જણાઈ રહ્યું છે. નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટરને મીડિયા કર્મી સાથે વાત કરવામાં પણ ભારે તકલીફ પડી રહી છે તો લોકોની ગટર સમસ્યાનું સમાધાન ક્યારે થશે
ગટરના પાણી ઉભરાતા ગંદકી ફેલાઈ,નગરપાલિકામાં અવારનવાર રજૂઆત તેમછતા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી

Recent Comments