સમગ્ર ગુજરાતમાં ગુજરાત શૈક્ષણિક – સાસ્કૃતિક મંચ દ્વારા 17 જિલ્લામાં ” દસ બાર , ચપટીમાં પાર” શિર્ષકથી જાહેર પરિક્ષાર્થીઓને માર્ગદર્શનનો કાર્યક્રમ વેગવંતો છે તેના ભાગરૂપે આજે તળાજામા આ સેમિનારનુ આયોજન થયું.શ્રી નવકાર મંત્ર ગર્લ્સ હાઇસ્કૂલ, તળાજા ખાતે બોર્ડની વિદ્યાર્થીનીઓ માટે પરીક્ષા અંતર્ગત પ્રેરણાદાયી સેમીનાર યોજાયો ગયો. જેમાં વક્તા તરીકે ડી.પી.કેમ્પસ સ્કૂલ, અમદાવાદ ખાતે 25 વર્ષ નો પ્રિન્સીપાલ તરીકેનો બહોળો અનુભવ ધરાવનાર અને હાલ માં ગુજરાત શૈક્ષણિક સાંસ્કૃતિક મંચના મહિલા પાંખના કન્વીનર તરીકે સેવા આપતા શ્રીમતી કવિતાબેન જોષી દ્વારા દીકરીઓ ને How to cop up with exam પર માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. ઉપરાંત દીકરીઓને આહારશાસ્ત્ર તેમજ મનોવૈજ્ઞાનિક માર્ગદર્શક તરીકે માર્ગદર્શન પૂરું પાડવા માં આવ્યું હતું. આ સેમિનારમાં નવકાર મંત્ર ગર્લ્સ સ્કૂલની ધો.10 અને 12ની 670 જેટલી વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. અંતમાં રસપ્રદ પ્રશ્નોતરી પણ યોજાય હતી. સમગ્ર કાર્યક્રમ અંતર્ગત તળાજા કેળવણી મંડળના પ્રમુખ ચેતનસિંહ ટી. વાળા દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. આચાર્ય મનીષાબેન ડાંગરે આભાર વ્યક્ત કર્યો હતો.
તળાજા: શ્રી નવકારમંત્ર ગર્લ્સ હાઇસ્કૂલ ખાતે જાહેર પરિક્ષાના વિદ્યાર્થીનીઓ માટે પ્રેરક સેમિનાર યોજાયો.

Recent Comments