fbpx
રાષ્ટ્રીય

કેનેડાના રસ્તા પર ભારતીય વિદ્યાર્થીઓનું અપમાનનો વીડિયો વાઈરલ

ઇ્‌દ્ગ કેનેડાના સત્તાવાર ઠ હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો કેનેડામાં સામાન્ય ભારતીયો પણ લોકોના ગુસ્સાનો ભોગ બની રહ્યા છે. હાલમાં જ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં જાેઈ શકાય છે કે વીડિયોમાં એક વ્યક્તિ જાતિવાદી ટિપ્પણી કરી રહ્યો છે. તેમને ‘રિફ્યૂજી’ અથવા શરણાર્થી પણ કહે છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં દેખાતા લોકો ભારતીય વિદ્યાર્થીઓ છે. ઇ્‌દ્ગ કેનેડાના સત્તાવાર ઠ હેન્ડલ પરથી એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. એવું પણ લખવામાં આવ્યું છે કે, ‘એક વ્યક્તિએ વીડિયો બનાવીને કેનેડા આવતા ભારતીયોનું અપમાન કર્યું, અને તે અપમાન કરનાર વ્યક્તિ વિદેશી છે .

અંદાજે ૩૮ સેકન્ડના આ વીડિયોમાં જાેઈ શકાય છે કે રેકોર્ડિંગ કરનાર વ્યક્તિ સામે હાજર કેટલાક લોકો પર સવાલ ઉઠાવી રહી છે. જાેકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે વીડિયોમાં દેખાતા યુવક-યુવતીઓ ભારતીય છે કે નહીં. વીડિયોમાં તે કહેતા સાંભળી શકાય છે, ‘આ શરણાર્થીઓ ભારતથી આવ્યા છે. આ જસ્ટિન ટ્રૂડોનો નિયમ છે. ત્યાં ઘણા ભારતીયો છે. પછી તે ગ્રૂપમાં જાય છે અને કેમેરામાં ઝૂમ કરીને કહે છે, ‘તેમાંના મોટાભાગના ભારતના છે. જસ્ટિન ટ્રૂડોનો આભાર. આ દરમિયાન યુવક-યુવતીઓ વીડિયો બનાવનાર વ્યક્તિને અવગણતા જાેઈ શકાય છે. ઇ્‌દ્ગ એ ડિસેમ્બર ૨૦૨૪માં પણ એક આવો જ વીડિયો શેર કર્યો હતો. જેમાં એક માણસ રાત્રિભોજન કરી રહેલા કપલને પરેશાન કરી રહ્યો છે. આરટીએનનું કહેવું છે કે આ એ જ વ્યક્તિ છે અને વીડિયોમાં દેખાતું કપલ ભારતીય છે. આ વીડિયો વાયરલ થતાં જ સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ ગુસ્સામાં જાેવા મળ્યા હતા. એક યુઝરે લખ્યું કે ૪૪ મિલિયન વધુ ઇમિગ્રન્ટ્‌સ તેમની અર્થવ્યવસ્થા ચલાવી રહ્યા છે.

Follow Me:

Related Posts