બગદાણાના ગુરુઆશ્રમ ખાતે વિવિધ ગામોના સેવા મંડળોના સ્વયંસેવકોની માર્ગદર્શક બેઠક મળી

ગોહિલવાડના સુપ્રસિદ્ધ તીર્થસ્થળ ગુરુઆશ્રમ, બગદાણા ખાતે આગામી પોષ વદ ચોથના રોજ સંતશ્રી બજરંગદાસ બાપાના પુણ્યતિથિ મહોત્સવ ભાવ અને શ્રદ્ધા સાથે ધામધૂમથી ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું છે.પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ આગામી તા. 17 ને શુક્રવારના રોજ બજરંગદાસ બાપાની 48મી પુણ્યતિથિ નિમિત્તે ગુરુઆશ્રમ ખાતે તૈયારીઓનો ધમધમાટ જોવા મળી રહ્યો છે.
જેના એક ભાગરૂપે આજે ગુરુ આશ્રમના સત્સંગ હોલ ખાતે બગદાણા ધામમાં પોતાની અમૂલ્ય સેવા આપતા સ્વયંસેવક ભાઈઓની એક ખાસ મિટિંગ મળી હતી. જેમાં ગુરુઆશ્રમની કામગીરીમાં સેવા આપતા વિવિધ 350 ગામોના સેવા મંડળોના બબ્બે પ્રતિનિધિઓ મુજબ 700 સ્વયંસેવક ભાઈઓ જોડાયા હતા. આ મિટિંગમાં જવાબદારીઓ સોંપવા સાથે કામની વહેચણી કરવામાં આવી હતી.
પ.પૂ. સદગુરુદેવ શ્રી બજરંગદાસ બાપાની 48 મી મહા પરીનિર્વાણ તિથિ મહોત્સવના ભાગરૂપે સ્વયંસેવકોની મીટીંગ શ્રી ગુરુઆશ્રમ બગદાણા ધામ ખાતે યોજવામાં આવી હતી, જેમાં ખાસ શ્રી ગુરૂઆશ્રમ બગદાણા ના મેનેજિંગ ટ્રસ્ટી યોગેશભાઇ સાગર, ભગવાનદાદા ગુજરાતી, ધીરુભાઈ બાબરીયા, વિનુભાઈ પટેલ, રણજીતસિંહ ગોહીલ અને નિલેશભાઇ માળી ટ્રસ્ટી શ્રીઓ હાજર રહી માર્ગદર્શન પૂરું પડ્યું હતું. મિટિંગ માં મેનેજર સુરૂભા ગોહિલ, કાંતિભાઈ પુરોહિત, આશ્રમના કર્મચારીઓ, સેવકો સહિતના હાજર રહ્યાં હતાં.
બાપાની પુણ્યતિથિ નિમિત્તે ગુરુઆશ્રમ ખાતે મોટી સંખ્યામાં યાત્રાળુઓ, દર્શનાર્થીઓ ઉપસ્થિત રહેતા હોય તેમની સેવા માટે તેમજ આગોતરા આયોજન માટે ચુનંદા અને તાલીમબદ્ધ અને બાપાને સમર્પિત એવા સ્વયંસેવકોની બેનમૂન સેવાઓ રહેતી હોય છે. આ આ પવિત્ર તિથિની ઉજવણી માટે ઉજવણી માટે સંપૂર્ણ સમર્પણ સાથે વ્યવસ્થાઓ અને સેવાઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
Recent Comments