પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે ભારત સાથે ફરી વાતચીત શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી
પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈશાક ડારે ભારત સાથે ફરી વાતચીત શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. એઆરવાય ન્યૂઝ અનુસાર, ડારે ગુરુવારે બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવાની અપીલ કરી અને કહ્યું કે ટેંગો (સંવાદ) માટે બેની જરૂર છે. તેમણે બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો સુધારવા માટે પોઝિટિવ વાતાવરણ બનાવવાની વાત કરી હતી. તમને જણાવી દઈએ કે ટેંગો પરસ્પર વાતચીતનો એક માર્ગ છે. આમાં, લોકો એક પછી એક પોતાની વાત રજુ કરે છે. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે શુક્રવારે ઈશાક ડારના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે પાકિસ્તાનના મામલામાં ટીનો અર્થ ટેંગો નથી પરંતુ આતંકવાદ છે. આ સાથે તેમણે અમેરિકન અખબાર વોશિંગ્ટન પોસ્ટના તે અહેવાલોને પણ નકારી કાઢ્યા છે જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે ભારતે ૨૦૨૧થી પાકિસ્તાનમાં લગભગ અડધો ડઝન આતંકવાદીઓને મારી નાખ્યા છે. રણધીર જયસ્વાલે પાકિસ્તાનને અમેરિકાની પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિંટનનું નિવેદન પણ યાદ કરાવ્યું.
જયસ્વાલે કહ્યું કે ક્લિંટને પાકિસ્તાનને લઇને કહ્યું હતું કે તમે બેકયાર્ડ (ઘરનો પાછળનો ભાગ)માં એવું વિચારીને સાપ પાળી શકતા નથી કેમ કે તે માત્ર તમારા પાડોસીઓને જ નહીં પરંતુ જેણે બેકયાર્ડમાં પાળ્યો છે તેના ઉપર પણ હુમલો કરશે. હકીકતમાં ૨૦૧૧માં હિલેરી ક્લિન્ટને તત્કાલિન પાકિસ્તાની વિદેશ મંત્રી હિના રબારી ખાન સાથે ઈસ્લામાબાદમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. ત્યારે ક્લિન્ટને પાકિસ્તાનને કહ્યું હતું કે તેઓ તેમના દેશના લોકોના હિતમાં ઉગ્રવાદીઓના સુરક્ષિત આશ્રયસ્થાનોને ખતમ કરે. વોશિંગ્ટન પોસ્ટમાં ૩૧ ડિસેમ્બરે એક અહેવાલ પ્રકાશિત થયો હતો. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિદેશમાં દેશના દુશ્મનોને મારવા માટે ભારતે ‘એસેસિનેશન પ્રોગ્રામ’ શરૂ કર્યો છે. આ અંતર્ગત ઇછઉ પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબા અને જૈશ-એ-મોહમ્મદના આતંકવાદીઓને મારવામાં પણ સફળ રહ્યું છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે પાકિસ્તાનમાં જે હત્યાઓ કરી છે તેમાં અફઘાન લોકો અથવા નાના અપરાધીઓની મદદ લેવામાં આવી છે. આમાં ક્યારેય કોઈ ભારતીય નાગરિક સામેલ નહોતો. ભારતે ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરમાંથી કલમ ૩૭૦ નાબૂદ કરી હતી. ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ વેપારી સંબંધો નથી. ૩૭૦ નાબૂદ કરવા સામે પાકિસ્તાન સતત વિરોધ કરી રહ્યું છે. ૨૦૨૨ના વિનાશક પૂર પછી પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ગંભીર સ્થિતિમાં છે. દેશ બેકબ્રેક મોંઘવારીનો સામનો કરી રહ્યો છે. રાજકીય અસ્થિરતાને કારણે લોકોની મુશ્કેલીમાં ઘણો વધારો થયો છે. પાકિસ્તાન સરકારને દેશ ચલાવવા માટે સતત ૈંસ્હ્લ અને સહયોગી દેશો પાસેથી લોન લેવી પડે છે. તે જ સમયે, ભારતમાંથી વેપાર બંધ થવાને કારણે, તેણે અન્ય દેશો દ્વારા ભારતીય માલની આયાત કરવી પડે છે.
Recent Comments