fbpx
રાષ્ટ્રીય

અરવિંદ કેજરીવાલે પ્રેસ કોન્ફરન્સ કરી

દિલ્હીમાં પાણીના ખોટા બિલ માફ કરવામાં આવશે ઃ કોન્ફરન્સ દરમિયાન કેજરીવાલે કહ્યું દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને છછઁના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે શનિવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું – દિલ્હીમાં પાણીના ખોટા બિલ માફ કરવામાં આવશે. કેજરીવાલે વધુ માં કહ્યું ,”જ્યારે હું જેલમાં ગયો ત્યારે મને ખબર નથી કે આ લોકોએ પાછળથી શું કર્યું. કંઈક ખોટું થયું અને લાખો લોકોના પાણીના બિલ હજારો રૂપિયામાં આવવા લાગ્યા. અમે આ સહન ન કરી શક્યા. હું જાહેર કરું છું કે જેમને લાગે છે કે તેમના બિલ ખોટા છે, તેમને પાણીના બિલ ભરવાની જરૂર નથી. ચૂંટણી પછી અમે આ બિલો માફ કરીશું. તેની વિગતો ચૂંટણી પછી જ જણાવવામાં આવશે.

” પ્રેસ કોન્ફરન્સમાં કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ પર દિલ્હીની જનતાને ગેરમાર્ગે દોરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું- કોંગ્રેસ અને ભાજપે સત્તાવાર રીતે જાહેરાત કરવી જાેઈએ કે તેઓ દિલ્હીમાં સાથે ચૂંટણી લડી રહ્યા છે. કેજરીવાલે કહ્યું- આ લોકો માત્ર અપશબ્દો બોલીને ચૂંટણી જીતવા માંગે છે. છછઁ કહી રહી છે કે અમે ૧૦ વર્ષમાં જે કામ કર્યું છે તેના આધારે જ અમને મત આપો. દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને છછઁના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ શનિવારે બપોરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કેજરીવાલે છેલ્લા ૪૪ દિવસમાં ૫ જાહેરાત કરી છે. તેમાં મહિલા સન્માન યોજના હેઠળ મહિલાઓ માટે રૂ. ૨૧૦૦ થી લઈને ઓટો ડ્રાઈવર અને પુજારીઓ માટેની યોજનાઓનો સમાવેશ થાય છે. દિલ્હી વિધાનસભાનો વર્તમાન કાર્યકાળ ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ પુરો થાય છે. આગામી બે મહિનામાં ચૂંટણી યોજાઈ શકે છે. છેલ્લી વિધાનસભા ચૂંટણી ફેબ્રુઆરી ૨૦૨૦માં યોજાઈ હતી, જેમાં આમ આદમી પાર્ટીએ સંપૂર્ણ બહુમતી અને ૭૦ માંથી ૬૨ બેઠકો જીતી હતી.

Follow Me:

Related Posts