કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામે આવેલી સિમલા હોટલ પાસેથી હાઇવે ક્રોસ કરી રહેલા રાહદારીને કલોલ તરફથી પુર ઝડપે આવતી વેગેનાર કાર નંબર ય્ત્ન ૨૭ ડ્ઢમ્ ૦૬૨ના ચાલકે ગફલતભરી રીતે કાર હંકારી હાઇવે મનોજકુમાર યાદવને ટક્કર મરતાં તેમનાં શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે કલોલ તાલુકા પોલીસે કારચાલક વિરૂદ્ધ અકસ્માત ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ બનાવની હકીકત એવી છે કે, કલોલ તાલુકાના મહેસાણા હાઇવે પર આવેલી હેવી મેટલ કંપનીમાં નોકરી કરતાં મનોજકુમાર રામશશી યાદવ (રહે હેવી મેટલ કોલોની બિલેશ્વરપુરા તા.કલોલ જિ.ગાંધીનગર મૂળ રહે દૌનમઢીયા તા. દારોલી જિ શિવાની બિહાર) ગઈકાલે અમદાવાદ-મહેસાણા હાઇવે પર કલોલ તાલુકાના બિલેશ્વરપુરા ગામે હાઇવે પર આવેલ શી હોટલથી હેવી મેટલ કંપનીમાં જતા હતા. તે સમય છત્રાલ તરફથી પુર ઝડપે આવતી વેગનાર કારના ચાલકે પુર ઝડપે ગફલતભરી રીતે કાર હંકારી મનોજકુમારને યાદવને ટક્કર મારી હતી. જેથી મનોજકુમાર યાદવને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવા માટે ૧૦૮ બોલવામાં આવી હતી. પરંતુ ૧૦૮ ઘટનાસ્થળે પહોંચે તે પહેલાં મનોજકુમારનું કરૂણ મોત નીપજ્યું હતું. મનોજકુમાર મૃતદેહના પીએમ માટે કલોલ સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. આ બનવા અંગે અકસ્માતમાં મોત ભેટનાર મનોજકુમાર યાદવના ભાઈ બબલું રામશિશ યાદવે કલોલ તાલુકા પોલીસ સ્ટેશને અકસ્માત સર્જનાર કારચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે કારચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



















Recent Comments