અમદાવાદમાં ગઠિયાએ ધંધામાં સેટ કરવાનું કહીને દંપતી પાસેથી ૫૧ લાખ પડાવ્યા હતા, પરંતુ યુવકને ધંધામાં સેટ કર્યો ન હતો. જેથી દંપતીએ ઉઘરાણી કરતા ઠગે ૧૬ લાખ આપીને બાકીના ૩૫ લાખ નહીં આપીને ઠગાઈ આચરી હતી. આ અંગે મહિલાએ ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ગઠિયા સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી તપાસ શરૂ કરી છે.મૂળ છોટાઉદેપુરના બોડેલી ગામના વતની અને લગ્નબાદ ઇસનપુરમાં ૩૮ વર્ષીય કિંજલબેન ઠક્કર પરિવાર સાથે રહે છે. જેમાં મહિલાનો પતિ ટેક્સ કન્સલ્ટન્ટનું કામ કરે છે. મહિલાના માતા-પિતા અને તેનો ભાઈ યશ બોડેલીમાં રહે છે. જેમાં યશ મિત્રની કરિયાણાની દુકાનમાં નોકરી કરતો, પરંતુ કારણોસર નોકરી છોડીને ઘરે બેરોજગાર થઈને બેઠો હતો. ભાઈને બેરોજગાર હાલતમાં જાેઇને બહેન અને તેનો પતિ ચિંતામાં રહેતા હતા.
આ દરમિયાન યશના મિત્ર કરણકુમાર ઠક્કરે જૂની ગાડીની લે-વેચના ધંધામાં સારો એવો નફો મળી રહેતો હોય છે, પરંતુ શરૂઆતમાં રૂ.૧૦ લાખનું રોકાણ કરવુ પડે છે તેવી વાત યશની બહેનને કરી હતી. જેથી દંપતી કરણકુમારને મળવા પહોંચ્યા હતા. જ્યાં કરણે ધંધા વિશે સમજાવ્યા અને યશને આ ધંધો સેટ કરીને આપી દેશે તેવી વાતો કરી હતી. જેથી કિંજલબેને રૂ.૧૦ લાખનું રોકાણ કર્યુ હતુ. ત્યારબાદ કરણકુમારે ઘણા દિવસો બાદ પણ યશને ધંધામાં જાેડે નહીં રાખતા હોવાની જાણ કિંજલને થઇ હતી. જેથી કરણને ફોન કરીને પૂછ્યું તો હજુ બીજા રૂ.૧૫ લાખ જાેઈશે તેમ કહ્યું હતું. આવી રીતે કરણકુમાર ફાયદામાં રૂ. ૫૦ લાખમાં મોંઘી કારો મળે છે, જેથી ટુકડે-ટુકડે રૂ.૫૧ લાખ કિંજલબેન પાસેથી ખંખેરી લીધા હતા. બાદમાં પણ યશને ધંધો શીખવાડયો પણ નહીં અને કશું જ કર્યું નહીં અને તમામ રૂપિયા પોતાના ખિસ્સામાં નાંખી દીધા હતા. અંતે કિંજલે તેના પતિને આ અંગેની વાતચીત કરી અને કરણ કુમાર પાસે રૂપિયાની ઉઘરાણી શરૂ કરતા રૂ.૧૬ લાખ આપ્યા અને બાકીના રૂ.૩૫ લાખ બાબતે ગલ્લા તલ્લા કરતો હતો. મોબાઈલ બંધ કરી દીધો હતો. આ અંગે કિંજલબેને કરણકુમાર સામે ઇસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
Recent Comments