fbpx
બોલિવૂડ

ફિલ્મ ઇમરજન્સીમાં ફિટનેસને લઈ ચર્ચામાં આવ્યો છે ૬૦ વર્ષનો અભિનેતા

બોલિવુડ ફિલ્મ ઈમરજન્સી રિલીઝ થવાને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ફિલ્મ અને તેની સ્ટારકાસ્ટને લઈને પણ ખુબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં ફીલ્ડ માર્શલ સૈમ માનેકશોનો રોલ નિભાવનાર અભિનેતા મિનિંદ સોમનની ખુબ ચર્ચા થઈ રહી છે. બોલિવુડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ઈમરજન્સી હવે થોડા દિવસોમાં રિલીઝ થશે. ફિલ્મ અનેક વખત વિવાદોમાં પણ રહી ચૂકી છે. હવે ઈમરજન્સી ફિલ્મ રિલીઝ થવા માટે સંપૂર્ણ તૈયાર છે. રિલીઝ પહેલા અભિનેતા મિલિંદ સોમનની ખુબ ચર્ચા થઈ રહી છે. તો ચાલો જાણીએ કે, મિલિંદ સોમન લાઈમલાઈટમાં આવવાનું કારણ શું છે. તો તમને જણાવી દઈએ કે, આ ફિલ્મમાં મિલિંદ સોમનની ફીટનેસના લોકો વખાણ કરી રહ્યા છે.

સુપર મોડલ તરીકે જાણીતો મિલિંદ ૫૯ વર્ષની ઉંમરે ૨૯ વર્ષનો લાગી રહ્યો છે. તે એકદમ ફીટ છે. મિલિંદ સોમન સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે અને ફિટનેસ સાથે જાેડાયેલા ફોટો અને વીડિયો પર શેર કરતો રહે છે.સુપર મોડલ અને અભિનેતા તરીકે જાણીતો છે. તે સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. આ સાથે સોશિયલ મીડિયા પર ફોટો પણ પોસ્ટ કરતો રહે છે. મિલિંદ સોમનની વાત કરીએ તો તેમણે પોતાના કરિયરની શરુઆત મોડલિંગથી કરી હતી. મિલિંદે મોડલિંગમાં આવ્યા બાદ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયો હતો. જેના માટે તેને ખુબ મહેનત કરવી પડી છે. વર્ષ ૨૦૦૦માં મિલિંદને ફિલ્મ માટે ઓફર મળી હતી. પરંતુ આ ફિલ્મ ફ્લોપ રહી હતી. તમને જણાવી દઈએ કે, અપકમિંગ ફિલ્મ ઈમરજન્સી પહેલા વર્ષ ૨૦૨૪માં રિલીઝ થવાની હતી પરંતુ અમુક કારણોસર ફિલ્મ રિલીઝ થઈ શકી નહિ. હવે આ ફિલ્મ વર્ષ ૨૦૨૫માં રિલીઝ થવા જઈ રહી છે. બોલિવૂડ એક્ટર અને મોડલ મિલિંદ સોમને વર્ષ ૨૦૧૮માં અંકિતા કોંવર સાથે લગ્ન કર્યા, જે તેના કરતા લગભગ ૨૬ વર્ષ નાની છે. મિલિંદ હંમેશા ફિટનેસ પ્રત્યે ઉત્સાહી હોય છે.

Follow Me:

Related Posts