દિવમાં હની ટ્રેપ : હોટેલના હિડન કેમેરામાં વિડીયો શૂટ કરી રૂપિયા માંગતા હોવાનું ખુલ્યું
હિડન કેમેરા મળતા હોટેલ એન્ડ સેફ્ટીને લઈ સવાલો ઉઠ્યા સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવના બુચરવાડામાં આવેલી ખાનગી હોટેલમાં પોલીસની ટીમે દરોડો પાડ્યો અને હોટેલના રૂમમાં હિડન કેમેરા રાખી કસ્ટમરોની અંગત પળોને કેદ કરાતી હોવાના કારણે પોલીસે હોટલ સંચાલક અને મેનેજરની ધરપકડ કરી છે.દીવના બૂચરવાડામાં આવેલી કેશવ હોટેલમાં દીવ પોલીસે દરોડો પાડતા હનીટ્રેપનો મામલો સામે આવ્યો છે.દીવ એસપીના જણાવ્યા પ્રમાણે કેશવ હોટેલ ૬ મહિનાથી સંજય રાઠોડ નામનો શખ્સ ચલાવે છે. તેને રેન્ટ પર લીધી હતી, પરંતુ એકાદ મહિનાથી હોટલના એક રૂમની અંદર હિડન કેમેરો લગાવવામાં આવ્યો હતો, એટલું જ નહીં એક યુવતી પણ મસાજ કરવાના નામે રાખવામાં આવી હતી.
આ યુવતી સાથેની અંગત પળોનું રેકોર્ડિંગ હિડન કેમેરામાં થતું હતું અને આ હિડન કેમેરો કોઈને ખબર ન પડે તે રીતે સ્વીચમાં ગોઠવવામાં આવ્યો હતો, દીવ પોલીસને હ્યુમન સોર્સથી આ જાણકારી મળતા હોટેલમાં રેડ કરી હતી અને હોટેલ મેનેજર અને સંચાલક બંનેની ધરપકડ કરવામાં આવી હતી. દીવ પોલીસે હોટલ સંચાલક સંજય રાઠોડ અને મેનેજર અબ્બાસુ મન્સૂરીની ધરપકડ કર્યા બાદ મોબાઈલ ફોન ચેક કરાતા તેમાં હોટેલ રૂમ અંદર યુવતી સાથેની પળોના વીડિયો પણ મળી આવ્યા છે. હોટેલ સંચાલક અને મેનેજર હિડન કેમેરામાં વીડિયો શૂટ થયા બાદ રૂપિયાની ડિમાન્ડ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. અનેક લોકો આ હોટલમાં મસાજ કરાવવા પહોંચ્યા હતા. જાે કે દીવ પોલીસે પીડિતના નામ ગુપ્ત રાખ્યા હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં હોટેલ સંચાલક અને મેનેજરને દબોચી લેવામાં આવ્યા છે, જાે કે યુવતીની શોધખોળ હાથ ધરવામાં આવી છે. થોડા સમય પહેલા પણ દીવના ફોરર્ટેલ રેસ્ટોરન્ટમાં મોબાઈલ કેમેરો બાથરૂમમાંથી મળી આવતા ખળભળાટ મચ્યો હતો તો હવે હોટેલમાંથી હિડન કેમેરા મળતા હોટેલ એન્ડ સેફ્ટીને લઈ સવાલો ઉઠ્યા છે.
Recent Comments