ગુજરાત

ખોવાયેલો મોબાઈલ પરત કરવા એક હજારની લાંચ લેતા મહિલા કોન્સ્ટેબલ ઝડપાઈ

રાજકોટ ગાંધીગ્રામ-૨ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની મહિલાની એસીબીએ કરી ધરપકડ રાજકોટ ગાંધીગ્રામ-૨ યુનિવપ્સિટી પોલીસ સ્ટેશનમાં પરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલ અનીતાબેન ઈશ્વરભાઈ વાઘેલાની એસીબીના અધિકારીઓએ લાંચ લેતા ધરપકડ કરી હતી. આ કેસની વિગત મુજબ ફરિયાદીનો મોબાઈલ ખોવાઈ જતા તેણે ગાંદીગ્રામ-૨ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ મોબાઈલ મળી જતા ફરિયાદી મોબાઈસ લેવા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. જ્યાં મહિલા કોન્સ્ટેબલ અનીતાબેન વાઘેલાએ મોબાઈલ ફોન પરત આપવા રૂ.૧,૦૦૦ ની લાંચ માંગી હતી. જાેકે ફરિયાદીએ એસીબીમાં ફરિયાદ નોંધાવતા અધિકારીઓએ ગાંદીગ્રામ-૨ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના સાયબર વિભાગ રૂમમાં જાળ બિછાવીને ફરિયાદી પાસેથી રૂ.૧,૦૦૦ ની લાંચ લેતા મહિલા કોન્સ્ટેબલની ધરપકડ કરી હતી.

Related Posts