નવી રાષ્ટ્રીય શિક્ષણનીતી ૨૦૨૦ અંતર્ગત જ્ઞાનમંજરી સ્કૂલ – રાળગોનમાં બેગલેસ એકટીવીટી

ભાવનગર જીલ્લાના તળાજા તાલુકાના રાળગોન ગામે શ્રી માધવ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જ્ઞાનમંજરી સ્કૂલમાં ધોરણ 6 થી 8 ના વિધાર્થી માટે GOAL :1 બેગલેસ કાર્યક્રમ યોજાયો જેમાં વિધાર્થીઓ અને શિક્ષકો ઉત્સાહ પૂર્વક જોડાયા.પ્રથમ દિવસે બધા જ વિધાર્થીઓ દેશનેતા , શહિદવીરો , ડોક્ટર , કારીગરો , આદિવાસી , બિઝનસમેન જેવા અલગ અલગ વેશભૂષા ધારણ કરીને શાળાએ આવ્યા હતા. તે દિવસે વકૃત્વ સ્પર્ધા , સુલેખન સ્પર્ધા , ચિત્રસ્પર્ધા , વેશભૂષા , તથા ગપ્પુ સ્પર્ધા જેવી વિવિધ સ્પર્ધાનું આયોજન થયું હતુ. જેમાં બાળકોના સારા અક્ષરો , ચિત્રકળા તથા અભિવ્યક્તિ જેવા કલા – કૌશલ્યનો વિકાસ થાય તેવા પ્રય્તનો કરવામાં આવ્યા. સમૂહ ગરબીનું આયોજન થયું તેમાં બધા વિધાર્થી અને શિક્ષકમિત્રો પણ જોડાયા. NEP 2020 મુજબ ‘ભાર વગરના ભણતર’ માં પ્રથમ દિવસે બાળકોએ ખુબ ઉત્સાહભેર ભાગ લીધો.
GOAL :1 નો બીજો દિવસ જેમાં ધોરણ – 6 ના વિધાર્થીઓ લહેરગીરી બાપુ આશ્રમ – કોટિયા , ધોરણ ૭ ના વિધાર્થીઓ કોળાંબાધામ- કદમગીરી તથા ધોરણ 8 ના વિધાર્થીઓ મોગલધામ ભગુડા ગયા હતા ત્યાં ધાર્મિક સ્થળોની મુલાકાત બાદ રમતોત્સવ માટે મોકળાશ વાળુ મેદાન મળી રહયુ. જેમાં પૂર્વ આયોજિત થયેલી સ્પર્ધાઓ અને રમતોમાં બાળકો જોડાયા. વન મિનીટ ગેમ (બીસ્કીટ ખાવ , ફુગ્ગા ફોડ ), લીંબુ ચમચી , ત્રિપગી દોડ , ઉલ્ટાબાંધ સ્પર્ધા , લોટ ફૂકણી , કૃષ્ણાવોન્ટ , આંધળો પાટો , વર્તુળનો રાજા, કબ્બડી , રસ્સાખેંચ વગેરે રમતોનું આયોજન થયુ . જેમાં વિધાર્થીઓ અને શિક્ષકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો . ત્રણેય ધાર્મિક સ્થળોએ બાળકોએ સફાઈકામમાં મદદ કરાવી સેવાનું કાર્ય પણ કર્યું.આ GOAL :1 બેગલેસ બે દિવસમાં બધી જ પ્રવૃતિ અને સ્પર્ધાથી બાળકોમાં ખેલદિલીનો વિકાસ , સંઘભાવનાનો વિકાસ , નેતૃત્વશક્તિ , નિર્ણયશક્તિ , એકાગ્રતા , અભિવ્યક્તિ , કલા અને આત્મવિશ્વાસ માં વધારો થયો. બધી જ સ્પર્ધા અને રમતોમાં પ્રથમ ત્રણ નંબરના વિધાર્થીઓને પ્રોત્સાહન રૂપે ઇનામ પણ આપવામાં આવ્યા.
Recent Comments