વેરાવળ લોહાણા જ્ઞાતિના 4 સી.એ થયેલા વિધાર્થીઓનો ભવ્ય સત્કાર સમારંભ યોજાયો

વેરાવળ લોહાણા જ્ઞાતિ ના 4 સી.એ થયેલા વિદ્યાર્થીઓનો ભવ્ય સત્કાર સમારોહ લોહાણા મહાજન દ્વારા યોજાયેલ હતો તેમાં પરીવાર સાથે આવેલા વિદ્યાર્થીઓનું ભવ્ય સન્માન થયેલ હતું ત્યારે શિક્ષણ ક્ષેત્રે મહાજન હંમેશા અગ્રેસર રહે છે તેમજ કાર્યક્રમ માં ઉપસ્થિત શિક્ષણ ક્ષેત્રેના મહીલાએ જણાવેલ હતું કે સમાજ શિક્ષીત થાય તે ખુબ જરૂરી છે.
વેરાવળ લોહાણા મહાજન દ્વારા લોહાણા મહાજન વંડી માં સૌથી અધરી ગણાતી સી.એ ની પરીક્ષામાં 4 વિધાર્થીઓ પાસ થતા તેમને ભવ્ય સત્કાર સમારોહ યોજેલ હતો જેમાં હર્ષલ પટેલીયા,નકકી રૂપારેલ,કીજલ સુચક,જીત સુચક પરીવાર સહીત ઉપસ્થિત રહેલ હતા.આ કાર્યક્રમ માં મહાજન પ્રમુખ દીપક કકકડે જણાવેલ હતું કે લોહાણા મહાજન રધુવંશી પરીવારના બાળકોના શિક્ષણ માટે હંમેશા અગ્રેસર રહે છે કોઈપણ જગ્યાએ પ્રવેશ મેળવવા માટે તેમજ બાળકોને ફી માટે મદદ કરવામાં આવે છે વેરાવળ ની બોર્ડીંગ માં રહેવા,ભોજન,સ્કુલ, ચોપડા,સ્કુલબેગ સહીત ની તમામ વ્યવસ્થા ઓ વિના મુલ્યે કરવામાં આવે છે સી.એ તેમજ ઉચ્ચશિક્ષણ માટે ખાસ તકેદારી રખાય એસી લાઈબ્રેરી ખોલવામાં આવેલ છે બોડીંગ ના ટ્રસ્ટીઓ શિક્ષણ ક્ષેત્રે તકેદારી રાખી રહેલ છે.
આ કાર્યક્રમ માં ઉપપ્રમુખ રમેશભાઈ ભુપ્તા,કારોબારી સભ્ય ચિરાગ કકકડ,બીપીનભાઈ અભાણી,અજય તન્ના, ભાવેશ જોબનપુત્રા,અતુલ અઢીયા તેમજ વિજ્ઞાન કોલેજ ના સ્મિતા છગ સહીત ના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સી.એ ના વિદ્યાર્થી ઓને સૌથી પ્રોત્સાહન માર્ગદર્શન આપનાર વિજયભાઈ સુબા એ સંભાળેલ હતું
Recent Comments