અમરેલી

હિમાલયન ધ્યાન યોગના પ્રણેતા સિદ્ધયોગી શ્રી શિવકૃપાનંદ સ્વામીજી ની પ્રેરણાથી સાવરકુંડલામાં આઠ દિવસની ધ્યાન શિબિર નું ભવ્ય આયોજન થયું.

સાવરકુંડલામાં તાલુકા શાળામાં હિમાલયન ધ્યાન યોગની એક મેગા વિડિયો શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવેલ. જેમાં માનવ મંદિર ના સંત ભક્તિરામ બાપુ, પ.પૂ. મહામંડલેશ્વર ૧૦૦૮ મસ્તરામ બાપુ, કુંડલપુર હનુમાન મહંત કરસનદાસ બાપુ, સાધુ સમાજના અગ્રણી ઘનશ્યામ બાપુ, સાવરકુંડલા ના એ. એસ. પી. વલય વૈદ્ય,  જાણીતા ઉધોગપતિ અને સામાજિક અગ્રણી મધુભાઈ સવાણી, નૂતન કેળવણી મંડળના ઉપ પ્રમુખ કનુભાઈ ગેડીયા, ચેમ્બર ઓફ કોમર્સ અમરેલી ના પ્રમુખ રાજુભાઈ શિંગાળા, ડોક્ટર હિતેશ ભાઈ રાજપુરા તથા આયુષ ડોક્ટર, યોગેશભાઈ લશ્કરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ આધ્યાત્મિક અવસર નો લાભ લીધો હતો. તાજેતરમાં યુનો દ્વારા ૨૧ ડિસેમ્બરને વિશ્વ ધ્યાન દીવસ જાહેર કરવામાં આવેલ છે ત્યારે આ શિબિરનો હેતુ સમાજ માં ધ્યાન નો પ્રચાર કરી વિશ્વ શાંતિ ફેલાવવાનો છે. તેમ રિપોર્ટર યશપાલ વ્યાસ ની યાદીમાં જણાવેલ છે.

Related Posts