fbpx
રાષ્ટ્રીય

સાઉદી અને દુબઈ રોજગાર અને પગાર માટે ખૂબ ફેમસ

દર વર્ષે ભારતમાંથી હજારો લોકો નોકરી માટે ખાડી દેશોમાં જાય છે. તેમાંથી સાઉદી અને દુબઈ રોજગાર અને પગાર માટે ખૂબ ફેમસ છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ નોકરી માટે દુબઈ ગયો અને ૨-૫ વર્ષમાં સારા પૈસા કમાઈને પાછો ફર્યો. ત્યારે તમારા મનમાં સવાલ થતો હશે કે, દુબઈમાં ઓછામાં ઓછો કેટલો પગાર મળે છે દર વર્ષે ભારતમાંથી હજારો લોકો નોકરી માટે ખાડી દેશોમાં જાય છે. તેમાંથી સાઉદી અને દુબઈ રોજગાર અને પગાર માટે ખૂબ ફેમસ છે. તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઈ વ્યક્તિ નોકરી માટે દુબઈ ગયો અને ૨-૫ વર્ષમાં સારા પૈસા કમાઈને પાછો ફર્યો.

વિશ્વની અગ્રણી જાેબ અને રિક્રુટમેન્ટ કંપની પર ઉપલબ્ધ માહિતી અનુસાર, દુબઈમાં કામદારોને આપવામાં આવતો સરેરાશ પગાર ૨૦૦૦ દિરહામ છે. ભારતીય રૂપિયા પ્રમાણે આ પગાર ૪૫,૦૦૦ છે. દુબઈની સ્થાનિક વિશ્લેષક એજન્સીઓ અનુસાર, યુએઈમાં લઘુત્તમ પગાર ૧૫૦૦થી ૩૦૦૦ દિરહામ સુધી મળે છે. ભારતીય રૂપિયામાં આ રકમ ૩૪૦૦૦ રૂપિયાથી ૬૮,૦૦૦ રૂપિયા સુધીની છે. જાે કે, પગાર ધોરણ કર્મચારી અને કંપનીની લાયકાત પર આધારિત છે. જાે તમે દુબઈની હોટલમાં વેઈટર તરીકે કામ કરો છો, તો તમને ૧૦,૦૭૦ દિરહામ એટલે કે ૨ લાખ રૂપિયા સુધીનો પગાર મળી શકે છે. દુબઈમાં ડેન્ટિસ્ટને ૩૯,૧૨૦ દિરહામ સુધીનો પગાર મળે છે, જે ભારતીય રૂપિયામાં ૮ લાખ રૂપિયાથી વધુ છે. ઈન્ટરનેશનલ હ્યુમન રિસોર્સ ઓર્ગેનાઈઝેશનના અંદાજ મુજબ, ૨૦૨૩માં ેંછઈ માં સરેરાશ પગાર ૧૬,૫૦૦ દિરહામ છે, જે ભારતીય રૂપિયામાં ૩,૭૪,૦૦૦ રૂપિયા થાય છે.

Follow Me:

Related Posts