જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષ સ્થાને ‘જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ’ની બેઠક યોજાઈ
ઓગમેન્ટેશન ટેપ કનેક્ટિવીટી ઈન રૂરલ એરીયા (જનરલ), જલ જીવન મિશન કાર્યક્રમ અંતર્ગત જિલ્લા સેવા સદન અમરેલી ખાતે જિલ્લા કલેક્ટર શ્રી અજય દહિયાના અધ્યક્ષ સ્થાને ‘જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતિ’ની બેઠક યોજાઈ હતી. બેઠકમાં જલ જીવન મિશન અન્વયે નળ જળ મિત્રને તાલીમ આપવી, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં રહેણાંક ઘરોમાં નળ કનેક્શન આપવાની કામગીરી, નલ સે જળ યોજના અંતર્ગત રાજુલા અને ખાંભા તાલુકાના કુલ ૦૮ ગામોના ડીપોઝિટ વર્ક તરીકેના બોરના સમારકામ, પમ્પીંગ મશીનરીની કામગીરી સહિતના વિવિધ મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત વિવિધ કામોની જિલ્લા કલેક્ટર શ્રી દહિયાએ સમીક્ષા કરી હતી.
ઉલ્લેખનીય છે કે, ઓગમેન્ટેશન ટેપ કનેક્ટીવીટી ઈન રુરલ એરિયા, નલ સે જળ યોજના અન્વયે જિલ્લામાં ૮૫૦થી વધુ ગામ/પરામાં વિવિધ પ્રકારની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. બાકી રહેતી કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે જિલ્લા કલેક્ટર શ્રી દહિયાએ સંબંધિત અધિકારીશ્રીઓને સૂચના આપી હતી. જિલ્લાના કુલ ૨,૫૮,૨૧૯ ઘરોમાં નળ કનેકક્શન આપવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જલ જીવન મિશન અન્વયે નળ જળ મિત્રને આઈ.ટી.આઈ મારફત તાલીમ આપવા બાબતે જિલ્લા કલેક્ટર શ્રીએ વિશેષ સૂચનાઓ આપી હતી.
બેઠકમાં નિયામક શ્રી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અમરેલી, જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી, જિલ્લા પંચાયત અમરેલી, કાર્યપાલક ઈજનેર શ્રી, ગુજરાત પાણી પુરવઠા બોર્ડ વિભાગ ૧ સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments