fbpx
અમરેલી

જિલ્લામાં આગામી તા. ૨૨ જાન્યુઆરી સુધી ૦૪ (ચાર) કે તેથી વધુ વ્યક્તિઓના ભેગા થવા પર પ્રતિબંધ

 જિલ્લામાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને સાથે ગંભીર પ્રકારના રાયોટીંગના બનાવો, સરકારી માલ મિલકતોને નુકશાનીના બનાવો ન બને ઉપરાંત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુસર ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ૨૦૨૩ ની કલમ-૧૬૩ અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી અમરેલી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યુ છે. આ અન્વયે જિલ્લાના સમગ્ર વિસ્તારમાં ૦૪ (ચાર) કે તેથી વધુ વ્યક્તિઓને ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. તેમજ ઉપવાસ, ધરણા, આવેદનપત્રો, રેલી, સભા, સરઘસ કાઢવા બાબતે કાર્યક્રમો સક્ષમ અધિકારીશ્રીની જરૂરી પૂર્વ મંજુરી મેળવ્યા બાદ યોજવાના રહેશે. જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવા સૂત્રો પોકારવા નહીં, જાહેર સુલેહ શાંતિ જોખમાય તેવી અફવાઓ ફેલાવવી નહીં, કોઈપણ વિસ્ફોટક પદાર્થ અથવા આગ લાગે તેવા પદાર્થ અથવા માનવ શરીરને નુકસાન થાય તેવા ઝેરી પદાર્થ સાથે રાખવા નહિ. આ પ્રતિબંધાત્મક પગલાઓ લગ્ન પ્રસંગ કે કોઈ ધાર્મિક વિધિ કે સ્મશાન યાત્રા જેવા પ્રસંગોને લાગુ પડશે નહિ, સરકારી ફરજ પરનાં અધિકારી શ્રી, કર્મચારીશ્રીઓ, કરાર આધારિત કર્મચારીઓને લાગુ પડશે નહીં, શૈક્ષણિક સંસ્થાઓને લાગુ પડશે નહીં. આ હુકમ તા. ૦૮.૦૧.૨૦૨૫ થી તા. ૨૨.૦૧.૨૦૨૫ (બંને દિવસો સહિત) સુધી અમલમાં રહેશે. જાહેરનામા ભંગ બદલ ફરિયાદ લેવા માટે ફરજ પરનાં કોઈપણ પોલીસ વિભાગનાં હેડ કોન્સ્ટેબલ કે તેથી ઉપરની કક્ષાના પોલીસ અધિકારીશ્રીને અધિકૃત કરવામાં આવે છે. હુકમના ઉલ્લંઘન બદલ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ ૨૨૩ની જોગવાઈઓ અન્વયે કાનુની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને સજાને પાત્ર છે.

Follow Me:

Related Posts