પશુદવાખાના સાવરકુંડલા દ્વારા સાવરકુંડલા તાલુકા ના બોઘરિયાણી ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર નું તારીખ ૧૦-૦૧-૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું.
![](https://citywatchnews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-10-at-5.58.05-PM-1-1140x620.jpeg)
પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય તથા પશુપાલન શાખા જિલ્લા પંચાયત અમરેલી અને પશુદવાખાના સાવરકુંડલા દ્વારા સાવરકુંડલા તાલુકા ના બોઘરિયાણી ગામે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર નું તારીખ ૧૦-૦૧-૨૦૨૫ ના રોજ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાવરકુંડલા તાલુકાના તથા જિલ્લાના પદાધિકારીઓશ્રી જીલ્લા પંચાયત સદસ્યશ્રી પુનાભાઈ ગજેરા, તાલુકા પંચાયત પ્રમુખશ્રી જીતુભાઈ કાછડીયા, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખશ્રી જીવનભાઈ વેકરીયા, તાલુકા ભાજપ પ્રમુખશ્રી હિતેશભાઈ ખાતરાણી, તાલુકા યુવા ભાજપ પ્રમુખશ્રી મહેશભાઈ ભાલાળા તથા ભાજપ અગ્રણી શ્રી મનુભાઈ ડાવરા હાજર રહિયા હતા તમેજ પશુપાલન શાખા અમરેલી માંથી ડો કુનડીયા સાહેબ , ડો સાવલિયા સાહેબ , ડો માલવિયા સાહેબ તથા સાવરકુંડલા માંથી ડો નાકરાણી, ડો રામાણી , ડો ત્રિવેદી હાજર રહિયા હતા તથા આજુબાજુના ગામ ધજડી, બોઘરિયાણી, બાઢડા, જીકયાલી, ખોડી માંથી બોહળી સંખ્યા માં પશુપાલક ભાઈઓ અને બહેનો શિબિરમાં હાજર રહ્યા હતા આ શિબિર માં જુદા જુદા વિષયો જેવાકે નફાકારક પશપાલન, પશુપાલન ખાતા ની વિવિધ યોજનાકીય કામગીરી, નવજાત બચ્ચાં ઉછેર, ગાભણ પશુ માવજત અને પશુ માં વિવિધ રશિકરણનું મહત્વ વગેરે વિષયો પર માહિતી આપવામાં આવી હતી.
Recent Comments