fbpx
ગુજરાત

યુનિવર્સિટી ભરતી કોભાંડઃ રજિસ્ટ્રાર અને અધિકારીઓની ગેરકાયદેસર ભરતીમાં કૌભાંડ આચર્યું

કચ્છ યુનિવર્સિટીમાં સત્તાધીશોએ ભરતી કૌભાંડ આચર્યું, સત્તાધીશોએ નિયમ ભંગ કરી હંગામી કર્મચારીઓને કાયમી કર્યા અને ગેરકાયદેસર ભરતી કરતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. કચ્છ યુનિવર્સિટીમાં સતાધીશોએ ભરતીમાં કૌભાંડ આચર્યું છે. કચ્છ યુનિવર્સિટીમાં ગેરકાયદે ભરતી કરાતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. સત્તાધીશોએ નિયમો ભંગ કરી કોન્ટ્રાક્ટના કર્મચારીઓને કાયમી કર્યા અને ગેરકાયદેસર ભરતી કરાતી હોવાની શિક્ષણ વિભાગમાં અરજી કરવામાં આવી છે. યુનિવર્સિટીમાં ગેરકાયદેસર ભરતી કરાતી હોવાને લઈને હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે. કચ્છ યુનિવર્સિટીમાં ૧ આસિ.રજિસ્ટ્રાર અને ૪ સેક્શન ઓફીસરની ગેરકાયદે ભરતી કરવામાં આવી છે.

પ્રદીપ નામના ઉમેદવાર દ્વારા કોર્ટમાં અરજી કરી છે. પ્રદીપની અરજી પર કોર્ટે જવાબ માંગતા સ્પેશિયલ કચ્છ યુનિવર્સિટીમાં ભરતી કૌભાંડમાં હાઈકોર્ટમાં અરજી કરાયા બાદ મામલો યકડોળે ચડ્યો છે. આસિ.રજિસ્ટ્રાર અને સેક્શન ઓફીસરની ગેરકાયદેસર ભરતી કરાઈ હોવા મુદ્દે જવાબદાર ઉમેદવારોએ સ્પષ્ટતા થઈ છે. રજિસ્ટ્રાર અને સેકશન ઓફિસરનું કહેવું છે કે તેઓએ સંયુક્ત રીતે નિમણૂંકમાં વિલંબને લઈને યુનિવર્સિટી વિરુદ્ધ કેસ કર્યો હતો. જેને પગલે યુનિવર્સિટીના કુલપતિ અને ઇન્ચાર્જ કુલપતિએ ભરતી કરી હતી. ઉમેદવારો પોતાની લાગવગના આધારે યુનિવર્સિટીમાં ભરતી કરાવતા હતા. કચ્છ યુનિવર્સિટી સત્તાધીશોએ પોતે દોષિત ના ઠરે તે માટે અધિકારીઓના એપોઇમેન્ટ લેટરમાં કોર્ટ કેસ ટાંકી નિમણૂંક કરી હોવાનું દર્શાવ્યું. કચ્છ યુનિવર્સિટીમાં અધિકારીઓની ભરતીમાં કૌભાંડ આચરતું હોવાની શિક્ષણ વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે. આ મામલે પીડિત ઉમેદવારે હાઈકોર્ટમાં અરજી કરતાં અધિકારીઓની ગેરકાયદેસર ભરતી મામલે ન્યાયિક કાર્યવાહી હાથ ધરવા માગ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts