ગુજરાત

લુણાવાડામાં ચોંકાવનારી ઘટના સામે આવી : પત્ની અને પ્રેમીએ મળી કરી પતિની હત્યા

આરોપી મહિલાએ પોતાના મિત્રોની મદદથી પતિની હત્યા કરી અને મૃતદેહ ગામની સીમના તળાવમાં ફેંકી દીધો હતો. મહિસાગરના લુણાવાડા તાલુકાના ખારોલ ગામમાંથી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કરી નાખી હોવાનો ચોંકાવનારો કિસ્સો થયો છે. આરોપી મહિલાએ પોતાના મિત્રોની મદદથી પતિની હત્યા કરી અને મૃતદેહ ગામની સીમના તળાવમાં ફેંકી દીધો હતો. પોલીસને મળેલી બાતમીના આધારે મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું સ્પષ્ટ થતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસે તપાસ દરમિયાન મૃતકની પત્ની અને તેના પ્રેમી સહિત ૪આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની પૂછપરછ કરતાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલાયો છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસે આરોપીઓ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related Posts