આ કેસમાં ૬૦થી વધુ લોકો સંડોવાયેલા હોવાની આશંકા છે. પોલીસને ટાંકીને જણાવવામાં આવ્યું કે પીડિતા બે મહિના પહેલા જ ૧૮ વર્ષની થઈ હતી. આરોપ છે. કેરળના પથાનમથિટ્ટામાં ૨ વર્ષમાં ઘણી વખત બાળકી પર બળાત્કારનો મામલો સામે આવ્યો છે. પોલીસે આ અંગે ૪ હ્લૈંઇ નોંધી છે અને ૬ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં ૬૦થી વધુ લોકો સંડોવાયેલા હોવાની આશંકા છે. પોલીસને ટાંકીને જણાવવામાં આવ્યું કે પીડિતા બે મહિના પહેલા જ ૧૮ વર્ષની થઈ હતી. આરોપ છે કે ૧૬ વર્ષની ઉંમરથી તેના પર ઘણી વખત બળાત્કાર થયો હતો. આ બાબત ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બાળ કલ્યાણ સમિતિ દ્વારા કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું હતું.
પીડિતાના શિક્ષકો દ્વારા શૈક્ષણિક સંસ્થામાં ફરિયાદ કરવામાં આવી હતી કે તેના વર્તનમાં ફેરફાર થયો છે. પથનમથિટ્ટા ચાઈલ્ડ વેલફેર કમિટીના પ્રમુખ રાજીવે જણાવ્યું હતું કે, છોકરીએ સ્કૂલ કાઉન્સેલિંગ સેશન દરમિયાન જાતીય શોષણનો ખુલાસો કર્યો હતો. આ પછી, બાળ કલ્યાણ સમિતિ વતી પોલીસમાં કેસ નોંધવામાં આવ્યો હતો. આ છોકરી એક સ્પોર્ટ્સપર્સન છે જેની સાથે કોચ, ક્લાસમેટ્સ અને સ્થાનિક રહેવાસીઓ દ્વારા પથનમથિટ્ટામાં સ્પોર્ટ્સ કેમ્પ સહિત અનેક સ્થળોએ દુર્વ્યવહાર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં પોલીસને ટાંકીને કહેવામાં આવ્યું છે કે પીડિતા પાસે પોતાનો ફોન નહોતો.
તેણીએ તેના પિતાના મોબાઈલમાં લગભગ ૪૦ લોકોના નંબર સેવ કર્યા હતા જેમણે તેની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. રિપોર્ટ અનુસાર ચાઈલ્ડ વેલફેર કમિટીના સભ્યો બાળકીને મનોવૈજ્ઞાનિક પાસે પણ લઈ ગયા હતા. તેનો હેતુ તેના આરોપો સાચા છે કે નહીં તે શોધવાનો હતો. બીજી તરફ, કેરળ હાઈકોર્ટે યૌન ઉત્પીડન કેસમાં જાણીતા ઉદ્યોગપતિ બોબી ચેમ્માનુર દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજીની સુનાવણી ૧૪ જાન્યુઆરી સુધી મુલતવી રાખી છે. મલયાલમ અભિનેત્રી દ્વારા તેમની સામે દાખલ કરાયેલા જાતીય સતામણીના કેસના સંબંધમાં ચેમ્મનુરની ધરપકડ કરવામાં આવી હતી. એર્નાકુલમ જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ કોર્ટે તેને જામીન આપવાનો ઇનકાર કર્યા પછી ચેમ્માનુર, જે જિલ્લા જેલમાં બંધ છે, તેણે હાઇકોર્ટનો સંપર્ક કર્યો. આ પછી તેને ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો હતો. અરજી પર વિચાર કરતા જસ્ટિસ કુન્હીક્રિષ્નને કહ્યું કે ચેમ્માનુરના કેસમાં કોઈ ખાસ વિચારણા કરી શકાય નહીં.
Recent Comments