રાષ્ટ્રીય

શપથ પહેલાં ટ્રમ્પની સામે ઉપરાષ્ટ્રપતિએ હિંસાના આરોપીઓને મુક્ત કરવા મામલે ખટપટ કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની હિંસાના તમામ આરોપીઓને માફ કરવાની જાહેરાતનો નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે વિરોધ કર્યો છે. ટ્રમ્પે થોડા સમય પહેલાં જ નિવેદન આપ્યું હતું કે, ‘૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મારી હાર બાદ ફાટી નીકળેલી હિંસાના આરોપીઓની સજા માફ કરવા મારી શક્તિઓનો ઉપયોગ કરીશ.’ જેનો જેડી વેન્સ દ્વારા વિરોધ કરતાં રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ વચ્ચે ખટપટ શરૂ થઈ છે. ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે જણાવ્યું હતું કે, ‘માફીનો મુદ્દો અત્યંત સરળ છે. જેમણે શાંતિપૂર્વક વિરોધ કર્યો, તેમને માફી આપવી જાેઈએ,

પરંતુ જેઓએ હિંસા કરી છે, તેમને માફ કરવા જાેઈએ નહીં. છ જાન્યુઆરીની હિંસામાં ૧૫૦૦થી વધુ લોકો પર આરોપો મૂકાયા હતા. આ ઘટનામાં ૧૦૦થી વધુ પોલીસ અધિકારીઓ ઘાયલ થયા હતા.’ ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ આ હિંસા મામલે કેસ લડનારા અમેરિકાના સ્પેશિયલ પ્રોસિક્યુટર જેક સ્મિથે ગત શુક્રવારે રાજીનામું આપ્યું હતું. સ્મિથનું રાજીનામું આવકારતાં ટ્રમ્પે સોશિયલ મીડિયા પર સ્મિથ પર અનેક પરિવારોના જીવનને નષ્ટ કરવાનો આરોપ મૂક્યો હતો. અમેરિકામાં ૨૦૨૦ની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ટ્રમ્પની હાર બાદ છ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ કેપિટલ હિલ્સમાં હિંસક વિરોધ પ્રદર્શનો થયા હતાં. ટ્રમ્પ પર આ હિંસક પ્રદર્શનો કરવા તેમજ રાષ્ટ્રપતિ કાર્યાલય છોડ્યા બાદ ગેરકાયદે ગોપનીય દસ્તાવેજાે પોતાની પાસે રાખવાના આરોપસર સ્મિથે ટ્રમ્પ વિરૂદ્ધ સ્પેશિયલ પ્રોસિક્યુટર તરીકે કેસ લડ્યો હતો. ટ્રમ્પ ફરી રાષ્ટ્રપતિ તરીકે સત્તા પર આવતાં સ્મિથે આ બંને કેસો પાછા ખેંચ્યા હતા. આમ કરવા પાછળનું કારણ જણાવતાં કહ્યું હતું કે, ‘ન્યાય વિભાગના નિયમોનુસાર, રાષ્ટ્રપતિ પર કેસ ચલાવી શકાય નહીં.’ તદુપરાંત સ્મિથે સાત જાન્યુઆરીના રોજ સિક્રેટ રિપોર્ટ જમા કરાવી ૧૦ જાન્યુઆરીએ રાજીનામું આપ્યું હતું.

Follow Me:

Related Posts