રાષ્ટ્રીય

વિશ્વભરની વસ્તી ૭૫ વર્ષ બાદ અડધી થઈ જશે, ભારત પર પણ સંકટના વાદળ છવાયા

વિશ્વભરમાં મનુષ્યોની વસ્તી સતત વધતી જઇ રહી છે. ગયા વર્ષે ૧૫ નવેમ્બરે પૃથ્વી પર મનુષ્યોની વસ્તી ૮૦૦ કરોડને પાર થઇ ગઇ હતી. પણ તમે જાણીને ચોંકી ઉઠશો કે વર્ષ ૨૧૦૦ સુધીમાં વિશ્વની વસ્તી અત્યારની વસ્તીની સરખામણીએ ઘટીને લગભગ અડધી થઇ જશે. તમારા મનમાં સવાલ થઇ રહ્યો હશે કે સતત વસ્તી વધારા વચ્ચે વૈશ્વિક વસ્તી અડધી કઇ રીતે થઇ જશે? તો ચાલો જાણીએ આ પાછળના કારણ વિશે. યુનાઇટેડ નેશન્સ ડિપાર્ટમેન્ટ ઓફ ઇકોનોમિક એન્ડ સોશિયલ અફેર્સ ના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૩૭ સુધી વૈશ્વિક વસ્તી વધીને ૯૦૦ કરોડને પાર પહોંચી જશે. આ ઉપરાંત વર્ષ ૨૦૫૮ સુધીમાં પૃથ્વી પર માનવ જાતની વસ્તી ૧૦૦૦ કરોડને પાર થઇ જશે.

પરંતુ જે વસ્તી અત્યારે સતત વધી રહી છે, તે વર્ષ ૨૧૦૦ સુધીમાં ઝડપથી ઘટવા લાગશે. વિવિધ રિપોર્ટ્‌સ મુજબ, આગામી ૭૫ વર્ષોમાં ભારત અને ચીન જેવા વધુ વસ્તી ધરાવતા દેશોમાં વસ્તીનો ગ્રાફ ખૂબ જ ઝડપથી ઘટશે. લેન્સેટના રિપોર્ટ મુજબ, ચીન, ભારત, પાકિસ્તાન, નાઇજીરિયા, અમેરિકા, ઇન્ડોનેશિયા, ઇથોપિયા અને કાૅંગો જેવા દેશોની વસ્તીમાં આગામી ૭૫ વર્ષોમાં ભારે ઘટાડો જાેવા મળશે. લેન્સેટના રિપોર્ટ મુજબ, હાલ ભારતની કુલ વસ્તી ૧૪૪ કરોડથી પણ વધુ થઇ છે. વર્ષ ૨૦૪૮ સુધીમાં દેશની વસ્તી ૧૬૦ કરોડ થઇ જશે. જાેકે, તે પછી વસ્તીમાં સતત ઘટાડો જાેવા મળશે. વર્ષ ૨૧૦૦ સુધીમાં ભારતની વસ્તી ઘટીને ૧૦૯ કરોડ જ રહી જશે. આમ ૨૦૪૮ પછી ૫૨ વર્ષના સમયગાળામાં ભારતની વસ્તીમાં અંદાજે ૫૧ કરોડનો ધરખમ ઘટાડો જાેવા મળશે. રિપોર્ટમાં જણાવ્યાનુસાર, વર્ષ ૨૧૦૦માં ચીનની વસ્તી ઘટીને ૭૩ કરોડ, અમેરિકાની વસ્તી ૩૩.૫ કરોડ, ઇન્ડોનેશિયાની વસ્તી ૨૨.૮ કરોડ, પાકિસ્તાનની વસ્તી ૨૪.૮ કરોડ, બ્રાઝીલની વસ્તી ૨૧.૧ કરોડ અને બાંગ્લાદેશની વસ્તી ૮.૧ કરોડ થઇ જશે. એટલે કે વર્ષ ૨૧૦૦ સુધીમાં વિશ્વના દરેક દેશોમાં વસ્તી ઘટાડો જાેવા મળશે અને વૈશ્વિક વસ્તી ઘટીને અડધી થઇ જશે.

Follow Me:

Related Posts