fbpx
બોલિવૂડ

છુટાછેડાની ચર્ચા વચ્ચે ધનશ્રીએ ચહલનું ઘર છોડ્યું? માતાને ગળે ભેટી જતા ફેન્સ ઈમોશનલ થયા

ફેમસ કોરિયોગ્રાફર અને સોશિયલ મીડિયા સેન્સેશન ધનશ્રી વર્મા હાલમાં પોતાના લગ્ન જીવનને લઈને ચર્ચામાં છે. સતત એવો અહેવાલો સામે આવી રહ્યા છે કે, ધનશ્રી અને ક્રિકેટ ટીમના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ વચ્ચે બધુ બરાબર નથી. આ કપલ વચ્ચે છુટાછેડા થવાની ખબરો હાલમાં પુરજાેશમાં ચાલી રહી છે. ઘણા અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ધનશ્રી લાંબા સમયથી તેના પતિ યુઝવેન્દ્ર ચહલથી અલગ રહે છે. હવે પતિ ચહલ સાથે અલગ થવાની અટકળો વચ્ચે ધનશ્રીએ પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક ખાસ પોસ્ટ શેર કરી છે. હવે આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયુ વેગે વાયરલ થઈ રહી છે. નવી પોસ્ટમાં ધનશ્રી તેની માતા સાથે દેખાઈ રહી છે.

તસવીરોમાં તે તેની માતાને ગળે ભેટી ખભા પર આરામથી સૂતી નજર આવી રહી છે. હવે છુટાછેડાની ચર્ચા વચ્ચે આ પોસ્ટ કરતાં તેમના અલગ થવાની ચર્ચાને વધુ વેગ મળી રહ્યો છે. ધનશ્રીને તેની માતા સાથે સુકુનના ક્ષણો વિતાવતી જાેઈને ચાહકોને પણ ખૂબ જ સારું લાગી રહ્યું અન તેઓ ઈમોશનલ થઈ ગયા છે. પરંતુ ધનશ્રીની માતા સાથેની પોસ્ટ જાેઈને કેટલાક લોકો કન્ફ્યૂઝ અને પરેશાન થઈ ગયા છે. પોસ્ટ પર ટિપ્પણી કરતા લોકો ધનશ્રીને પૂછી રહ્યા છે કે શું તમે પતિને છોડીને પોતાના માતા-પિતાના ઘરે રહેવા આવી ગયા? બીજી તરફ ઘણા લોકો ચહલ સાથેના અલગ થવાના સમાચારને લઈને ધનશ્રીને ટ્રોલ કરી રહ્યા છે. ધનશ્રી અને ચહલના સંબંધોની વાત કરીએ તો બંનેએ વર્ષ ૨૦૨૦માં લગ્ન કર્યા હતા. ચાહકો હંમેશા આ જાેડીને ખૂબ પ્રેમ આપ્યો છે. પરંતુ ૪ વર્ષ પછી તેમના અલગ થવાના સમાચારે બધાને ચોંકાવી દીધા છે.

Follow Me:

Related Posts