‘ગલી બોય’ની સીકવલમાં વિકી કૌશલ અને અનન્યા પાંડેની જાેડી જાેવા મળે તેવી શક્યતા છે. ફિલ્મના સર્જકોએ વિકી કૌશલને હિરો તરીકે અગાઉથી જ પસંદ કરી લીધો છે. હવે તેની સાથે હિરોઈન તરીકે અનન્યા પાંડેને ફાઈનલ કરવામાં આવે તેવી સંભાવના છે. રણવીર અને આલિયાની ફિલ્મ ‘ગલી બોય’ ૨૦૧૯માં રીલિઝ થઈ હતી. તેની સીકવલની વાત લાંબા સમયથી ચર્ચાતી હતી. જાેકે, હવે સીકવલમાંથી રણવીર અને આલિયાની બાદબાકી કરી દેવામાં આવી છે. સીકવલનું દિગ્દર્શન અર્જુન વરેન સિંહ કરવાનો છે. તેણે ‘ખો ગયે કહાં હમ’ ફિલ્મનું દિગ્દર્શન કર્યું હતું. આ ફિલ્મની હિરોઈન અનન્યા પાંડે હતી. આથી તેને ‘ગલી બોય’ની સીકવલમાં હિરોઈન તરીકે અનન્યા વધારે યોગ્ય લાગી છે.
‘ગલી બોય’ની સીકવલમાં વિકી અને અનન્યાની જાેડી બનશે

















Recent Comments